World Cup 2023 Final: ફાઈનલ પહેલા ભારતીય વાયુસેના અમદાવાદમાં બતાવશે દમ, મેદાન ઉપર યોજાશે આ ‘એર શો’… જુઓ વિડીયો..

World Cup 2023 Final: વિવાર, 19 નવેમ્બર દરેક ભારતીય માટે ખાસ દિવસ બનવાનો છે. આ દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. આ દિવસે ભારત 12 વર્ષ બાદ ફરી એકવાર ODI વર્લ્ડ કપની ફાઈનલ રમવા જઈ રહ્યું છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા એક ખાસ એર શોનું આયોજન કરવામાં આવશે.

by Bipin Mewada
World Cup 2023 Final Before the final, the Indian Air Force will show its strength in Ahmedabad, this 'Air Show' will be held on the field..

News Continuous Bureau | Mumbai

World Cup 2023 Final: રવિવાર, 19 નવેમ્બર દરેક ભારતીય ( Team India ) માટે ખાસ દિવસ બનવાનો છે. આ દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. આ દિવસે ભારત 12 વર્ષ બાદ ફરી એકવાર ODI વર્લ્ડ કપની ( ODI World Cup ) ફાઈનલ રમવા જઈ રહ્યું છે. 2011માં તે શ્રીલંકા હતું, આ વખતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ( Australia ) છે. માત્ર એક જ સપનું છે… તે સુંદર ચમકતી ટ્રોફી જીતવાનું. જોકે, ICC ODI વર્લ્ડ કપ 2023ની ( ICC ODI World Cup 2023 ) ફાઈનલ પહેલા એક ખાસ એર શોનું આયોજન કરવામાં આવશે.

વાસ્તવમાં, ભારતીય વાયુસેનાની ( Indian Air Force ) ‘સૂર્ય કિરણ એરોબેટિક ટીમ’ 19 નવેમ્બરે અમદાવાદના ( Ahmedabad ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium )  રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ‘એર શો’ રજૂ કરશે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી. સંરક્ષણ વિભાગના ગુજરાતના જનસંપર્ક અધિકારી (PRO) એ જણાવ્યું હતું કે મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઈનલની પ્રથમ દસ મિનિટ માટે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ તેના સ્ટંટથી લોકોને રોમાંચિત કરશે.

 એર શો માટેની પ્રેક્ટિસ શુક્રવાર અને શનિવારે થશે..

પીઆરઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર શો માટેની પ્રેક્ટિસ શુક્રવાર અને શનિવારે થશે. બુધવારે ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત પહેલા જ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ગત ગુરુવારે ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે નવ એરક્રાફ્ટ હોય છે અને તેણે દેશભરમાં અનેક એર શો કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : Jammu & Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, કુલગામ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ ઠાર.. જાણો વિગતે..

ફાઈનલ મેચને લઈને બીજી માહિતી સામે આવી રહી છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે પીએમ મોદી પણ આવી શકે છે. પીએમ મોદી ઉપરાંત 2011 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ પણ ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી શકે છે. આ સિવાય ભારતીય ખેલાડીઓના પરિવારના સભ્યો પણ સ્ટેડિયમમાં હાજર રહી શકશે. આ મેચ જોવા માટે BCCI અને ICCના મોટા અધિકારીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.

બરાબર 20 વર્ષ પહેલા ODI વર્લ્ડ કપમાં આવી જ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તે ફાઇનલ મેચ જીતીને વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે બે દાયકા બાદ ફરી એકવાર બંને ટીમો આમને-સામને છે. આ વખતે રોહિત સેના ચોક્કસપણે જૂનો બદલો લેવા માંગશે. તેઓ અમદાવાદમાં તેમને હરાવીને ઝળહળતી ટ્રોફી જીતવા માંગશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More