News Continuous Bureau | Mumbai
World Cup 2023: આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ( Pakistan Cricket team ) ની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. અત્યાર સુધી તેમને 8 મેચમાં 4 જીત અને 4 હાર મળી છે. ટીમ પોઈન્ટ ટેબલ ( Point Table ) માં 8 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે અને છેલ્લી મેચ ઈંગ્લેન્ડ ( England ) સામે રમાવાની છે. જો પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવું હશે તો તેણે કોઈપણ સંજોગોમાં ઈંગ્લેન્ડને હરાવવું પડશે. તેથી, પાકિસ્તાન માટે છેલ્લી લીગ મેચ કરો યા મરો જેવી છે. જો કે તેની ટીમ ઈંગ્લેન્ડને હરાવશે તો પણ તેમની મુશ્કેલીઓ ઓછી નહીં થાય. હિન્દી ભાષાની એક પ્રસિદ્ધ કહેવત- ‘આકાશ સે ગિરે ઓર ખજુર મે અટકે’ પાકિસ્તાનની આ સ્થિતિ પર એકદમ ફિટ બેસે છે.
વાસ્તવમાં, ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પોતપોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. હવે ચોથા સ્થાન માટે લડાઈ ચાલુ છે. આ યુદ્ધમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ સામેલ છે. આ ત્રણેય ટીમો પાસે 8-8 પોઈન્ટ છે અને ત્રણેયને એક-એક બાકીની મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, જો પાકિસ્તાને કોઈપણ રીતે સેમિફાઈનલમાં ( semifinals ) પહોંચવું હોય, તો પહેલા તેણે ઈંગ્લેન્ડ સામે તેની બાકીની મેચ જીતવી પડશે, અને તે પછી તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપમાં ( ODI World Cup ) એક પણ વખત ભારતને હરાવી શકી નથી..
ગુરુવારે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાનારી છે. આ મેચ પર વરસાદના વાદળો ઘેરાયેલા છે. કારણ કે મેચ જ્યાં રમાનારી છે, એ બેંગ્લુરુમાં વરસાદી માહોલ છે. હાલમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા છે. જો વરસાદી માહોલ આવો જ રહે તો, પાકિસ્તાની ટીમ અને તેમના ક્રિકેટ ( Cricket ) ચાહકોની આશાઓ વધુ મજબૂત બની શકે છે. ગુરુવારે રમાનારી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ રદ થાય તો બંને ટીમને એક એક પોઈન્ટ મળી શકે છે. જેને લઈ ન્યુઝીલેન્ડને એક પોઈન્ટ મોટા નુક્સાન સમાન નિવડી શકે છે. કારણ કે ન્યુઝીલેન્ડની ટીમના પોઈન્ટ 9 મેચના અંતે 9 થશે. જેના બાદ 11 નવેમ્બરે પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન ટૂર્નામેન્ટમાં પોતાની અંતિમ લીગ મેચ રમશે
આ સમાચાર પણ વાંચો : Zeenat aman: ઝીનત અમાન ની થઇ સર્જરી, 40 વર્ષ થી આ બીમારીથી પીડિત હતી અભિનેત્રી, પોસ્ટ શેર કરી આપી માહિતી
જે મેચમાં પાકિસ્તાનની ટીમને વિજય સીધા જ સેમીફાઈનલમાં પહોંચાડી શકે છે. તો વળી ઈંગ્લેન્ડ સામે હાર ટૂર્નામેન્ટથી બહારનો રસ્તો દેખાઈ જશે. જોકે અફઘાનિસ્તાન ટીમ પોતાની અંતિમ બંને લીગ મેચ હારી જાય તો પાકિસ્તાનની વાત બની શકે છે.
આ બધી બાબતો પછી, જો પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે તો પણ તે ચોથા નંબર પર જ રહી શકશે, કારણ કે પોઈન્ટ ટેબલમાં ટોચના 3 સ્લોટ નિશ્ચિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં નંબર-4 પર રહેલી ટીમની સેમિફાઇનલ મેચ નંબર-1 પરની ટીમ સાથે થશે અને નંબર-1 પર ભારત છે, જેણે અત્યાર સુધી આ વર્લ્ડમાં 8માંથી 8 મેચ જીતી છે. તેથી, જો પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે છે, તો પણ તેનો સામનો એક શ્રેષ્ઠ ભારતીય ક્રિકેટ ટીમ સાથે થશે, જેણે આ વર્લ્ડ કપમાં બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશિપ, વ્યૂહરચના જેવા દરેક વિભાગમાં વિરોધી ટીમોને હરાવી છે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપમાં એક પણ વખત ભારતને હરાવી શકી નથી . આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે તેની છેલ્લી લીગ મેચ એટલે કે કરો યા મરો મેચ જીત્યા બાદ પણ તણાવ ભરેલ રહેશે…