News Continuous Bureau | Mumbai
World Cup 2023: સફળતાની ઈર્ષા જાણીતી વાત છે. વર્લ્ડ કપમાંથી ઘર ભેગા થઈ ગયેલા પાકિસ્તાન ( Pakistan ) ટીમે હવે નવો મમરો મૂક્યો છે. જોકે આ નવો મમરો મૂકવા પાછળ પાકિસ્તાનની ઈર્ષા જ જવાબદાર છે. વર્લ્ડ કપમાં ભારતની ( Team India ) શાનદાર સફળતાને તેને ખૂબ ઈર્ષા થઈ છે તે વાત સાચી સાબિત થઈ રહી છે.
Very strange the way Rohit Sharma throw the coin at toss, far away, don’t let other Captains to see, compare to other Captains in the WC , any reason?? @BCCI @TheRealPCB @CricketAus @CricketSouthAfrica #sikanderbakht #WorldCup23 #IndiaVsNewZealand @ImRo45 @ICC pic.twitter.com/KxhR2QyUZm
— Sikander Bakht (@Sikanderbakhts) November 15, 2023
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો ( Former cricketers ) વર્લ્ડ કપમાં ભારતની સફળતાને પચાવી શક્યા નથી. તેથી તેમના તરફથી અવારનવાર વિચિત્ર નિવેદનો જોવા મળી રહ્યા છે. પહેલા હસન રઝા, મોહમ્મદ હાફીઝ બાદ હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. જેમાં આ વખતે ટોસ પર સવાલો ઉભા થયા છે.
હવે ટોસ પર સવાલો ઉઠ્યા…
પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી સિકંદર બખ્તે ( Sikander Bakht ) કહ્યું છે કે રોહિત શર્મા ( Rohit Sharma ) ટોસ જીતી રહ્યો છે કારણ કે તે તેમાં ગડબડ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ બુધવારે સેમિફાઈનલમાં કિવી ટીમને હરાવી હતી. ભારતીય ટીમ સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં ઘણી વખત ટોસ જીત્યો છે. આ અંગે સિકંદર બખ્તે નિવેદન આપ્યું હતું. એક ટીવી શોમાં બખ્તે કહ્યું કે જ્યારે રોહિત ટોસના સમયે સિક્કો ફેંકે છે. ત્યારે તે તેને માત્ર હવામાં ઉછાળી દે છે. બીજો કેપ્ટન ક્યારેય તે સિક્કાને જઈને તપાસ કરતો નથી કે તેણે કરેલો ટોસ સાચો છે કે નહીં.
Sikander bakht sahab na bhi yahi kaha hain pic.twitter.com/PlDtRrXYIx
— rohan 17 (@rohan1715781840) November 15, 2023
આ સમાચાર પણ વાંચોઃ Mumbai Air Pollution : મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણ અટકાવવા ટ્રાફિક પોલીસનું વિશેષ અભિયાન.. આવા વાહનો પર રહેશે નજર.. જાણો વિગતે અહીં…
આ દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચના ટોસનો વીડિયો સામે આવ્યો છે, રોહિત સિક્કો ઉછાળે છે અને રેફરી ટોસ જીતનાર કેપ્ટનનું નામ જણાવે છે. બાબર આઝમને ત્યારે ટોસ કરાયેલ સિક્કો દેખાતો જ નથી. તેથી સિકંદર બખ્તે આમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો છે, જો કે સમગ્ર વિશ્વ કપ દરમિયાન આવા અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. ભારતીય ટીમની પિચ અને બોલને લઈને પણ નિવેદનો આવ્યા છે. 10 ટીમોમાંથી 8 ટીમોના દેશોમાંથી કોઈએ કંઈ કહ્યું નહીં પરંતુ દર વખતે પાકિસ્તાન તરફથી આવું બન્યું છે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ પોતાની ટીમની દરેક હાર બાદ ભારત પર આરોપ લગાવી રહ્યા છે. હવે ટોસ પર સવાલો ઉઠ્યા છે.
 
			         
			         
                                                        