News Continuous Bureau | Mumbai
World cup 2023 : ભારતીય કેપ્ટન અને હિટમેન રોહિત શર્મા (Rohit Sharma) એ ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની સેમિ ફાઇનલ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર(Sixer) મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પણ પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 51 સિક્સર ફટકારી છે. આ પહેલા વર્લ્ડ કપના ઈતિહાસમાં ક્રિસ ગેલે 49 સિક્સર ફટકારી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ (semi Final) મેચમાં રોહિત શર્માએ ભારત (India) ને તોફાની શરૂઆત અપાવી હતી અને 4 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.
વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા
51 – રોહિત શર્મા
49 – ક્રિસ ગેલ
43 – ગ્લેન મેક્સવેલ
37- એબી ડી વિલિયર્સ
37 – ડેવિડ વોર્નર
આ સમાચાર પણ વાંચોઃ Tata Technologies IPO: Tata IPOની રાહ પૂરી, જાણો શું હશે પ્રાઇસ બેન્ડ અને ખુલવાની તારીખ!. વાંચો વિગતે અહીં..
ક્રિસ ગેલનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માએ ક્રિસ ગેલ (Chris gayel) નો વધુ એક વર્લ્ડ કપ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્મા વિશ્વ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ક્રિસ ગેલે 2015ના વર્લ્ડ કપમાં કુલ 26 સિક્સર ફટકારી હતી, પરંતુ રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ત્રીજી સિક્સ ફટકારતા જ આ એડિશનમાં તેની સિક્સરની સંખ્યા વધીને 27 થઈ ગઈ હતી અને આ રીતે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો.
વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ છગ્ગા
27 – રોહિત શર્મા (2023)
26 – ક્રિસ ગેલ (2015)
22 – ઇઓન મોર્ગન (2019)
22 – ગ્લેન મેક્સવેલ (2023)
21 – એબી ડી વિલિયર્સ (2015)
21 – ક્વિન્ટન ડી કોક (2023)