World cup 2023 : વર્લ્ડ કપમાં કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ બનાવીને વિશ્વ ક્રિકેટમાં મચાવી દીધી હલચલ..

World cup 2023 : ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન 'હિટમેન' રોહિત શર્માએ બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી વર્લ્ડ કપ સેમિફાઈનલ મેચ દરમિયાન ઈતિહાસ રચી દીધો છે. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જે અત્યાર સુધી માત્ર મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જ ભારત માટે હાંસલ કરી શક્યા છે. 'હિટમેન' રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1500 રન પૂરા કર્યા છે.

by kalpana Verat
World cup 2023 : Rohit Sharma breaks Chris Gayle's record, becomes first to hit 50 sixes in World Cup

News Continuous Bureau | Mumbai

World cup 2023 : ભારતીય કેપ્ટન અને હિટમેન રોહિત શર્મા (Rohit  Sharma) એ ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની સેમિ ફાઇનલ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર(Sixer) મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પણ પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 51 સિક્સર ફટકારી છે. આ પહેલા વર્લ્ડ કપના ઈતિહાસમાં ક્રિસ ગેલે 49 સિક્સર ફટકારી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ (semi Final) મેચમાં રોહિત શર્માએ ભારત (India) ને તોફાની શરૂઆત અપાવી હતી અને 4 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા

51 – રોહિત શર્મા

49 – ક્રિસ ગેલ

43 – ગ્લેન મેક્સવેલ

37- એબી ડી વિલિયર્સ

37 – ડેવિડ વોર્નર

આ સમાચાર પણ વાંચોઃ  Tata Technologies IPO: Tata IPOની રાહ પૂરી, જાણો શું હશે પ્રાઇસ બેન્ડ અને ખુલવાની તારીખ!. વાંચો વિગતે અહીં..

ક્રિસ ગેલનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

રોહિત શર્માએ ક્રિસ ગેલ (Chris gayel) નો વધુ એક વર્લ્ડ કપ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્મા વિશ્વ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ક્રિસ ગેલે 2015ના વર્લ્ડ કપમાં કુલ 26 સિક્સર ફટકારી હતી, પરંતુ રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ત્રીજી સિક્સ ફટકારતા જ આ એડિશનમાં તેની સિક્સરની સંખ્યા વધીને 27 થઈ ગઈ હતી અને આ રીતે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો.

વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ છગ્ગા

27 – રોહિત શર્મા (2023)

26 – ક્રિસ ગેલ (2015)

22 – ઇઓન મોર્ગન (2019)

22 – ગ્લેન મેક્સવેલ (2023)

21 – એબી ડી વિલિયર્સ (2015)

21 – ક્વિન્ટન ડી કોક (2023) 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More