News Continuous Bureau | Mumbai
World Cup 2023 : વર્લ્ડ કપ 2023 ની બીજી સેમીફાઈનલ (Semi-final) આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Edan Garden) ખાતે દક્ષિણ આફ્રિકા અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે
વરસાદે ખેલ બગાડ્યો
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા (South Africa VS Australia) વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મેચમાં વરસાદે (rain) દસ્તક આપી છે. હાલ વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. તમામ ખેલાડીઓ મેદાનની બહાર નીકળી ગયા છે. 14 ઓવરની રમતમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 44 રન પર પહોંચી ગયો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ બે ફેરફાર
દક્ષિણ આફ્રિકાએ તેની પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો છે. લુંગી નગીદીની જગ્યાએ તબરેઝ શમ્સીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ગ્લેન મેક્સવેલ અને મિશેલ સ્ટાર્કના સ્થાને માર્કસ સ્ટોઈનિસ અને શોન એબોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ODI વર્લ્ડ કપમાં, બંને ટીમો અત્યાર સુધીમાં સાત વખત આમને-સામને આવી છે અને બંનેએ ત્રણ-ત્રણ જીત નોંધાવી છે જ્યારે એક મેચ ટાઈ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 109 વનડે મેચ રમાઈ છે, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 55માં જ્યારે ઓસ્ટ્રેલિયાએ 50માં જીત મેળવી છે. ત્રણ મેચ ટાઈ અને એક અનિર્ણિત રહી છે.
આ સમાચાર પણ વાંચો : Redmi 12 : ભારતીયોમાં Xiaomi ફોનનો જબરો ક્રેઝ, માત્ર આટલા દિવસમાં વેચાઈ ગયા 30 લાખ યુનિટ!
SA vs AUS પ્લેઇંગ 11
સાઉથ આફ્રિકાના પ્લેઇંગ 11 – ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા અને તબરેઝ શમ્સી.
ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11 – ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.