News Continuous Bureau | Mumbai
South Africa 55 Runs: સેન્ચુરિયનમાં રમાયેલ ભારત- સાઉથ આફ્રિકાની ( India Vs South Africa ) પહેલા ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોની હાલત બહુ સારી રહી ન હતી. બેટીંગ કરતા ડીન એલ્ગરે સદી ફટકારી હતી. જ્યારે માર્કો જાનસેને પોતાની અડધી સદીથી રોહિત સેનાની હાલત ખરાબ કરી દીધી હતી. બાકીનું કાર્ય ભારતની ( Team India ) નબળી બેટિંગ દ્વારા પૂર્ણ થયું હતું. કેએલ રાહુલની સદી અને વિરાટ કોહલીની અડધી સદીને બાદ કરતાં, તમામ ભારતીય બેટસમેનોએ ( Indian batsmen ) નબળું બેટીંગ પ્રદર્શન કર્યું હતું, પરંતુ કેપટાઉનમાં બીજી ટેસ્ટ મેચ દરમિયાન આનાથી બરાબર ઊલટું દ્રશ્ય જોવા મળ્યું હતું. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 23.2 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ ( All out ) કરી દીધો હતો.
પ્રથમ સ્પેલમાં ( test match ) ઝડપી બોલર મોહમ્મદ સિરાજની ( mohammed siraj ) શાનદાર બોલિંગ ( Bowlers ) રનમાં છ વિકેટ)ના કારણે ભારતે પ્રથમ દિવસે લંચ પહેલા પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને 55 રનમાં આઉટ કરી દીધું હતું. સિરાજે 9 ઓવરમાં ત્રણ મેડન આપીને 15 રન આપીને છ વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ જસપ્રીત બુમરાહે 8 ઓવરમાં એક મેડન આપીને 25 રન આપીને બે વિકેટ લીધી હતી. મુકેશ કુમારે પણ 2.2 ઓવરમાં બે મેડન સાથે બે વિકેટ લીધી હતી અને એક પણ રન આપ્યો ન હતો. દરમિયાન પ્રથમ દાવ રમી રહેલ દક્ષિણ આફ્રિકા માટે માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. જેમાં કાયલ વિરેને 15 રન અને ડેવિડ બેડિંગહામે 12 રન બનાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai: ઓશિવરામાં બે ચોરોએ EOW ના સીલબંધ ફ્લેટમાં ઘૂસી કર્યું આ પ્રકરણ… પોલીસે કરી ધરપકડ.. જાણો વિગતે..
ભારત સામે ટેસ્ટમાં આ કોઈપણ ટીમનો સૌથી નાનો સ્કોર છે…
ભારત સામે ટેસ્ટમાં આ કોઈપણ ટીમનો આ સૌથી નાનો સ્કોર રહ્યો હતો. આ પહેલા ભારતે 2021માં ન્યૂઝીલેન્ડને માત્ર 62 રનમાં આઉટ કરી દીધું હતું. જોકે, આ દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર નથી. આ પહેલા પણ ટીમ 30 રન બનાવીને ઓલઆઉટ થઈ ચૂકી છે. જો જોવામાં આવે તો દક્ષિણ આફ્રિકાને તેના જ મેદાન પર 55 રનથી હરાવવું ભારત માટે કોઈ ઉપલબ્ધિથી ઓછું નથી.
ભારતની ઘાતક બોલિંગની અસર એ થઈ કે દક્ષિણ આફ્રિકાના 9 બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા નહીં. ડેવિડ બેડિંગહામ 12 રન અને કાયલ વિરેન 15 રન સાથે સારા બેટ્સમેન રહ્યા હતા. છેલ્લી મેચમાં સદી ફટકારનાર ડીન એલ્ગર પણ 2 રન બનાવીને આઉટ થયો હતો. દરમિયાન મોહમ્મદ સિરાજે પણ આ મેચમાં એક સિદ્ધિ મેળવી હતી. તે પ્રથમ સત્રમાં પાંચ વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો હતો. જેમાં યશસ્વી જયસ્વાલે સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે 3 કેચ લીધા હતા.