News Continuous Bureau | Mumbai
IND vs AFG, 2nd T20I: વિરાટ કોહલીનો ( Virat Kohli ) ક્રેઝ આખી દુનિયામાં એ હદે ફેલાઈ ગયો છે કે દરેક વ્યક્તિ તેની એક ઝલક મેળવવા કોઈ પણ હદ્દ સુધી જવા તૈયાર છે, જ્યારે જ્યારે પણ કોઈ ફેન્સને મોકો મળે છે ત્યારે તે તેને મળવાની પૂરી કોશિશ કરે છે. પરંતુ આટલી મોટી સેલિબ્રિટી હોવાના કારણે ‘કિંગ કોહલી’ દરેકને સમય આપી શકતો નથી. આવી સ્થિતિમાં કેટલાક જબરા ચાહકો ( fans ) સુરક્ષાને બાયપાસ કરીને વિરાટને મળવા મેદાનમાં પણ ઉતરી પડે છે. આવી જ ઘટના ઈન્દોરના હોલેકર સ્ટેડિયમમાં ( holkar stadium ) ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી T20 મેચ ( T20I ) દરમિયાન બની હતી. એક જબરો ચાહક ઈન્દોરની સુરક્ષાને બાયપાસ કરીને વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘુસી ગયો હતો, જેમાં, કોહલીને મળવાની ચાહકની ઈચ્છા પૂરી થઈ હતી. પરંતુ સુરક્ષાનો ભંગ ( Security breach ) કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
Virat Kohli as an idol is a happy pill for so many fans#INDvsAFG #INDvAFG #AFGvIND #ViratKohli pic.twitter.com/Kc3LmLX3IZ
— AP (@AksP009) January 14, 2024
એક મિડીયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, ઈન્દોરમાં રમાયેલી બીજી T20માં જ્યારે વિરાટ કોહલી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેના એક પ્રશંસકે હદ વટાવી દીધી હતી. રવિવારે રમાયેલી મેચ દરમિયાન કોહલીનો એક પ્રશંસક સુરક્ષા વ્યવસ્થાને તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો. આ પ્રશંસકે પહેલા કોહલીના પગને સ્પર્શ કર્યો અને પછી કોહલીને ગળે મળ્યો હતો. જો કે, સુરક્ષા અધિકારીઓએ તરત જ વિરાટ કોહલીના આ ફેનને પકડી લીધો હતો અને તેને મેદાનની બહાર લઈ ગયા હતા.
🔥❤️ pic.twitter.com/xzG3DLxXal
— 𝙑 ¹³³ (@Vamshidhar_18) January 14, 2024
આ સમાચાર પણ વાંચો : Ashwini Bhide : IAS અશ્વિની ભીડે હવાઈ મુસાફરી બાદ બ્રિટીશ એરવેઝ પર લગાવ્યા રંગભેદના આરોપ.. કહ્યું હજી પણ જાતિવાદ… જાણો શું છે આ આખો કિસ્સો..
બીજી મેચ ભારતએ જીતી લીધી છે…
પ્રાપ્ત માહિતી મુજબ, યુવક પાસે મેચની ટિકિટ હતી અને તે નરેન્દ્ર હિરવાણી ગેટથી હોલકર સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. યુવક કોહલીનો મોટો પ્રશંસક હતો અને વિરાટ કોહલીને મળવાની ઈચ્છા સાથે તે દર્શકોની ગેલેરીની વાડ પર ચઢીને મેદાનમાં પ્રવેશ્યો હતો. હાલ આ મામલે યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછના આધારે કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
173 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતની શરૂઆત સારી રહી ન હતી, કેપ્ટન રોહિત શર્મા ગોલ્ડન ડક પર આઉટ થયો હતો અને સતત બીજી ઇનિંગમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો. પરંતુ યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની અડધી સદીની મદદથી ભારતે રવિવારે બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 26 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ અફઘાનિસ્તાને 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારતે 15.4 ઓવરમાં ચાર વિકેટે 173 રન બનાવીને જીત મેળવી હતી. જેમાં જયસ્વાલે 34 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા, જ્યારે દુબેએ 32 બોલમાં 63 રનની અણનમ ઇનિંગ રમી હતી જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થતો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. આગળની ત્રીજી અને અંતિમ મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે