News Continuous Bureau | Mumbai
IND vs AFG : રોહિત શર્મા ( Rohit Sharma ) રવિવારે ઇન્દોરમાં અફઘાનિસ્તાન ( Afghanistan ) સામે T20 માં શૂન્ય પર ફરી એક વખત આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. લાંબા સમય પછી, T20 રમી રહેલ રોહિત શર્મા પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. ફઝલહક ફારુકીએ ( fazalhaq farooqi ) રોહિતને પહેલા જ બોલ પર આઉટ કર્યો હતો. આ સીરીઝની પ્રથમ મેચ વખતે મોહાલી T20માં પણ રોહિત ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. બેક ટુ બેક શૂન્ય પર આઉટ થવાને કારણે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ( T20 international cricket ) શરમજનક રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ છે.
Back to Back Duck for Rohit Sharma 🤣🤣🤣#INDvAFG pic.twitter.com/5zrIVUjwJG
— Nikhil Raj (@raj3_nikhil) January 14, 2024
રોહિત શર્મા અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં 12 વખત શૂન્ય પર આઉટ થયો છે. તે હવે ટી20 ક્રિકેટના ( T20 cricket ) આ ફોર્મેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર પેવેલિયન પરત ફરવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. આ રેકોર્ડમાં આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ પ્રથમ સ્થાને છે. પોલ 13 વખત શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો છે. એટલે કે રોહિત શર્મા આ લિસ્ટમાં ટોપ પર આવવામાં પાછળ નથી. આવી સ્થિતિમાં, તે T20માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના અનિચ્છનીય રેકોર્ડની ખૂબ નજીક આવી ગયો છે.
રોહિત શર્મા લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલમાં પરત ફર્યો છે..
રોહિત શર્મા લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલમાં પરત ફર્યો છે. તે અફઘાનિસ્તાન સીરીઝમાં જ ભારતની T20 ટીમમાં પરત ફર્યો છે. આ પહેલા તે T20 વર્લ્ડ કપ 2022માં જોવા મળ્યો હતો. એટલે કે તે એક વર્ષથી વધુ સમયથી T20 ઈન્ટરનેશનલથી દૂર હતો. ટી20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને ભારતીય પસંદગીકારોએ રોહિતને ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં પરત લાવવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Indigo Slap Video: દિલ્હીમાં ઈન્ડિગોની ફલાઈમાં વિલંબ થવા બદલ પેસેન્જર થયો ગુસ્સે.. પછી પાયલટને માર્યો થપ્પડ.. જુઓ વિડીયો..
ઈન્દોરમાં આયોજિત T20 મેચમાં રોહિત શર્માએ પણ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિતે અત્યાર સુધીમાં 150 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 30.82ની એવરેજ અને 139ની સ્ટ્રાઈક રેટથી 3853 રન બનાવ્યા છે. તેણે T20માં 4 સદી અને 29 અડધી સદી પણ ફટકારી છે.