News Continuous Bureau | Mumbai
IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમ ( Indian Cricket Team ) 5 મેચની શ્રેણીની પ્રથમ T20 મેચમાં ( T20 Match ) આજે ઓસ્ટ્રેલિયા ( Australia ) સામે ટકરાશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યાથી રમાશે. બંને ટીમો હાલમાં જ ODI વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) ની ફાઇનલમાં ટકરાયા હતા. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ( Team India ) હરાવીને, ભારતે તેનું ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર કર્યું હતું. T20 સિરીઝ માટે બંને ટીમના કેપ્ટન બદલાયા છે. એટલું જ નહીં બંને ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે. જેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્સુક છે. ચાલો જાણીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 ક્રિકેટમાં શું રેકોર્ડ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે અત્યાર સુધીમાં 26 T20 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 15 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 10 મેચ જીતવામાં સફળ રહી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. અહીં ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 57.67 છે. જ્યારે કાંગારૂઓની જીતની ટકાવારી 38.46 છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 10 T20 મેચ રમી છે, જેમાંથી તેણે 6 જીતી છે, જ્યારે યજમાન ટીમે 4 મેચ જીત છે.
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 10 T20 સિરીઝ રમાઈ છે…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 શ્રેણી વર્ષ 2007માં રમાઈ હતી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 10 T20 સિરીઝ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમનો દબદબો છે. ભારતે 5 ટી20 સીરીઝ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 3 ટી20 સીરીઝ જીતી છે. 2 શ્રેણી ડ્રો રહી છે. બંને ટીમો છેલ્લે સપ્ટેમ્બર 2022માં T20 સિરીઝમાં ટકરાયા હતા. જ્યાં પરિણામ 2-1થી ભારતની તરફેણમાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચોઃ ICC ODI Rankings: ICC ODI રેન્કિંગ જાહેર, કોહલી-રોહિતની મોટી છલાંગ, ટોપ 10માં 7 ભારતીય ખેલાડી.. જાણો વિગતે અહીં.
વિશાખાપટ્ટનમના રાજશેખર સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 3 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 2 જીતી છે જ્યારે મુલાકાતી ટીમ એક જીતી છે. આ મેદાનમાં સૌથી વધુ 179 રન છે. જે ભારતે 2022માં દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યા હતા. વર્ષ 2016માં શ્રીલંકાની ટીમ અહીં 82 રનમાં આઉટ થઈ ગઈ હતી, જે અહીંનો ન્યૂનતમ સ્કોર છે.
T20 સીરિઝ ટીમ
ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકૂ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન અને મુકેશ કુમાર.
ઓસ્ટ્રેલિયન ટીમઃ મેથ્યુ વેડ (કેપ્ટન), આરોન હાર્ડી, જેસન બેહરેનડોર્ફ, સીન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, તનવીર સાંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, કેન રિચાર્ડસન, એડમ ઝમ્પા.