Site icon

IND vs AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત-કોહલીને શા માટે આરામ આપવામાં આવ્યો, વાંચો અજીત અગરકરે શું આપ્યો જવાબ..

IND vs AUS: વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI સિરીઝ માટે 18 સપ્ટેમ્બરે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત અને કોહલીને આ શ્રેણીની પ્રથમ 2 મેચમાં આરામ આપવામાં આવ્યો છે.

IND vs AUS: Why were Rohit-Kohli rested against Australia, read what answer Ajit Agarkar gave

IND vs AUS: Why were Rohit-Kohli rested against Australia, read what answer Ajit Agarkar gave

News Continuous Bureau | Mumbai

IND vs AUS: એશિયા કપ 2023નું ( Asia Cup 2023 ) ટાઇટલ જીત્યા પછી, હવે ટીમ ઈન્ડિયા ( Team India ) ODI વર્લ્ડ કપ 2023ની ( ODI World Cup 2023 )  શરૂઆત પહેલા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા ( Australia) સામે 3 મેચની ODI સિરીઝ ( ODI Series ) રમશે. 18 સપ્ટેમ્બરે જ્યારે આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ( Team India ) જાહેરાત કરવામાં આવી ત્યારે ઘણા આશ્ચર્યજનક નિર્ણયો જોવા મળ્યા. જેમાં રવિચંદ્રન અશ્વિનનો ( Ravichandran Ashwin ) ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત ( Rohit Sharma )  અને કોહલી ( Virat Kohli ) ઉપરાંત હાર્દિક પંડ્યાને ( Hardik Pandya ) પ્રથમ 2 મેચ માટે આરામ આપવાનો નિર્ણય પણ સામેલ છે.

Join Our WhatsApp Community

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે ( Ajit Agarkar ) પણ વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવાના નિર્ણય પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો. અગરકરે કહ્યું કે રોહિત અને કોહલી હંમેશા અમારી સાથે છે અને હાર્દિક પણ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. આપણે તેમને વધુ સારી રીતે હેન્ડલ કરવા પડશે.

કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ 2 ODI મેચમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો. આ અંગે અગરકરે કહ્યું કે કુલદીપે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં છે. આનાથી અમને અન્ય ખેલાડીઓને પણ અજમાવવાની તક મળી છે. અમે આને બીજી રીતે પણ જોઈ શકીએ છીએ કે અમે મોટી ટુર્નામેન્ટ પહેલા ખેલાડીઓને શારીરિક અને માનસિક બંને રીતે આરામ આપવા માંગીએ છીએ.

ત્રીજી વનડે માટે તમામ મહત્વના ખેલાડીઓ ઉપલબ્ધ છે

આ વનડે સીરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી વનડે માટેની ટીમ અંગે અજીત અગરકરે કહ્યું કે આ મેચ માટે તમામ ખેલાડીઓ ઉપલબ્ધ છે અને અમારી વર્લ્ડ કપ ટીમ રમતી જોવા મળશે. અમને આ સિરીઝમાં એવા ખેલાડીઓને અજમાવવાનો મોકો મળ્યો જે અત્યાર સુધી બહાર બેઠા હતા.

આ સમાચાર પણ વાંચો : New Parliament: ’75 રૂપિયાનો ચાંદીનો સિક્કો, બંધારણની નકલ’, નવી સંસદમાં પ્રવેશતા પહેલા સાંસદોને શું શું મળશે ગિફ્ટ.. જાણો સંપુર્ણ વિગતો વિગતે અહીં..

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે પ્રથમ 2 ODI માટે ટીમ :

કેએલ રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિ અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શર્મી મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ.

છેલ્લી ODI મેચ માટે ભારતીય ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ (ફિટનેસના આધારે). વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવિ અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Exit mobile version