News Continuous Bureau | Mumbai
IND vs BAN: વર્લ્ડકપ 2023ની ( World Cup 2023 ) 17મી મેચ ભારત ( Team India ) અને બાંગ્લાદેશ ( Bangladesh ) વચ્ચે રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ( Maharashtra Cricket Association Stadium ) રમાશે. આ બંને ટીમોએ અત્યાર સુધી 3-3 મેચ રમી છે. જેમાં ભારતે પોતાની ત્રણેય મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીતી શક્યું છે.
ICC વનડે વર્લ્ડકપ 2023ની 17મી મેચ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવી રહી છે.. આ મેચ માટે ટોસ થયો છે. જે બાંગ્લાદેશે જીતીને પહેલાં બેટિંગ ( Batting ) કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ બંને ટીમોએ અત્યાર સુધી 3-3 મેચ રમી છે. જેમાં ભારતે પોતાની ત્રણેય મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીતી શક્યું છે. આ સાથે જ ભારતીય ટીમ 25 વર્ષ બાદ ઘરેલૂ જમીન પર પર બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમશે
આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 વખત અપસેટ સર્જાયા છે. અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા, જ્યારે નેધરલેન્ડે ફોર્મમાં ચાલી રહેલા સાઉથ આફ્રિકાને માત આપી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હવે કોઈ પણ ટીમને હળવાશથી લેશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Soumya Vishwanathan Murder Case: ‘ગુનેગારોને મૃત્યુ નહીં, પરંતુ આજીવન કેદ થવી જોઈએ…’, જાણો શા માટે સૌમ્યા વિશ્વનાથનની માતાએ કરી આ માંગણી.. વાંચો વિગતે અહીં…
બાંગ્લાદેશે ભારતીય ટીમને 8 વખત હરાવ્યું છે…
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 40 વનડે રમાઈ છે. જેમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને 8 વખત હરાવ્યું છે. આ ઉપરાંત બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયા સામે 2 સીરિઝ જીતી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી વનડે મેચ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં રમાઈ હતી. જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
બાંગ્લાદેશની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, પહેલો તેના કેપ્ટનના રૂપમાં અને બીજો ફાસ્ટ બોલિંગ વિભાગમાં, બોલિંગમાં તસ્કીન અહેમદની જગ્યાએ નસુમ અહેમદને તક મળી છે.બંને ટીમની પ્લેઈંગ 11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ.
બાંગ્લાદેશ: તન્ઝીદ હસન, લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહેદી હસન મિરાજ, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહમદ, હસન મહમ્મદ, મુસ્તાફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ.