IND Vs ENG: શ્રેયસ અય્યરના સતત ખરાબ ફોર્મના કારણે આ પૂર્વ ભારતીય ક્રિકેટર કહ્યું, ‘પાછા જાઓ અને ઘરેલુ ક્રિકેટ રમો..

IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ છે. ત્યારે શ્રેયસ અય્યર બે વર્ષથી સતત ખરાબ ફોર્મ માટે ચર્ચાઈ રહ્યો છે. ત્યારે હવે ત્રીજી ટેસ્ટ મેચમાં શું તે રમી શકશે, કે તેનું પત્તુ કપાઈ જશે.. એ જોવુ રહેશે..

by Bipin Mewada
IND Vs ENG Due to Shreyas Iyer's continuous poor form, the former Indian cricketer said, 'Go back and play domestic cricket..

News Continuous Bureau | Mumbai 

IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતના સ્ટાર બેટ્સમેન (  Indian Batsman ) શ્રેયસ અય્યરનો કંઈ ખાસ કરી શક્યો નથી. અય્યરે ( Shreyas Iyer ) શ્રેણીની પ્રથમ બે મેચમાં એક પણ સદી ફટકારી નથી. અય્યરે અત્યાર સુધી રમાયેલી કુલ 4 ઇનિંગ્સમાં માત્ર 114 રન જ બનાવ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અય્યર ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. શ્રેયસે તેની છેલ્લી 13 ટેસ્ટ ઇનિંગ્સમાં ( Test innings ) એક પણ અડધી સદી ફટકારી નથી. તેણે છેલ્લે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટમાં ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો હતો. 

એક અહેવાલ મુજબ, 2 વર્ષનો લાંબો સમય વીતી ગયો, પરંતુ ખેલાડીએ એક પણ અડધી સદી બનાવી નથી. અય્યરને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર પણ લેવામાં આવ્યો હતો, પરંતુ અહીં પણ અય્યરે ટીમને નિરાશ જ કર્યા હતા. બેટ્સમેનના ફોર્મને જોતા એ નિશ્ચિત માનવામાં આવે છે કે અય્યર ઈંગ્લેન્ડ સામેની બાકીની મેચોમાંથી બહાર થઈ જશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 મેચ થઈ ગઈ છે, સીરીઝમાં હજુ 3 મેચ બાકી છે. હવે એવું લાગી રહ્યું છે કે આ ખેલાડી આગામી 3 મેચ માટે ટીમની બહાર થઈ જશે. આ એપિસોડમાં એક ભૂતપૂર્વ ખેલાડીએ પણ અય્યરને કહ્યું કે પાછા જાઓ અને ઘરેલુ ક્રિકેટમાં ( domestic cricket ) રન બનાવો.

 શ્રેયસ અય્યર પોતાના ખરાબ ફોર્મના કારણે સતત ચર્ચામાં રહે છે..

તાજેતરમાં શ્રેયસ અય્યર પોતાના ખરાબ ફોર્મના કારણે સતત ચર્ચામાં રહી રહ્યો છે. ત્યારે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાએ ( pragyan ojha )  અય્યરને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે વિરાટ કોહલી અને કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 મેચો માટે વાપસી કરી શકે છે. જો આ બંને સ્ટાર્સ પ્લેયર પરત ફરશે તો તેઓ ચોક્કસપણે ભારતીય ટીમના ( Team India ) પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર અને રજત પાટીદારને ટીમનું ટીમમાંથી બહાર થવુ નિશ્વિત છે. તેથી જો અય્યરને આગામી ટેસ્ટ મેચમાં સ્થાન ન મળે, તો તેણે પાછા જઈને ઘરેલુ ક્રિકેટ રમવું જોઈએ અને ઘરેલુ ક્રિકેટ રમીને રન બનાવવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો : RBI MPC Meeting 2024: નહીં થાય લોન મોંઘી! RBIએ રેપો રેટ યથાવત રાખ્યો; ગવર્નર શક્તિકાંત દાસે મોઘવારીને લઈને કહી આ વાત

ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલ ટીમમાંથી બહાર થયા બાદ બીજી ટેસ્ટમાં રજત પાટીદારને તક આપવામાં આવી હતી. પરંતુ રજતે પણ ટીમને નિરાશ કર્યા હતા અને કેપ્ટન રોહિત શર્માને એ વિચારવા પર મજબૂર કરી દીધુ હતું, રજતને ટીમમાં રમાડવાનો તેનો નિર્ણય ખોટો હતો. તેથી હવે એવી ધારણા છે કે સરફરાઝ ખાનને ભારતીય ટીમ માટે રમવાની તક મળી શકે છે.

નોંધનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી, જે ઈંગ્લેન્ડના નામે હતી. આ પછી શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. ભારતે આ મેચ જીતી હતી. હવે શ્રેણીની ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id [email protected]

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More