News Continuous Bureau | Mumbai
Ind vs Eng Semi Final : T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ ( IND vs ENG Semi Final ) માં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને હરાવ્યુ ( Beats ) છે. આ જીત સાથે ટિમ ઇન્ડિયા ( Team India Enters in Final ) એ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ ભારતે ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો. આ શાનદાર મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. હવે 29 જૂને ભારતીય ટીમ ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા ( South Africa ) સામે ટકરાશે. તમને જણાવી દઈએ કે ભારતે પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 103 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
Ind vs Eng Semi Final : રોહિત શર્માએ તોફાની ઇનિંગ રમી હતી
ICC T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 27 જૂને ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા ( Team India ) ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આ રોમાંચક મેચમાં રોહિત શર્માએ 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : શું T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ વરસાદને કારણે ધોવાઈ જશે? જાણો ભારત-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન ગયાનામાં કેવું રહેશે હવામાન.. જાણો વિગતે..
Ind vs Eng Semi Final : અક્ષર પટેલનું ઓલરાઉન્ડ પ્રદર્શન
અક્ષર પટેલે સેમિફાઇનલમાં બોલ અને બેટ બંને સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. છેલ્લી ઓવરમાં અક્ષરે 6 બોલમાં 1 છગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. આ સાથે ભારતનો સ્કોર 170ને પાર કરી ગયો. ત્યારબાદ બોલિંગમાં તેણે ઈંગ્લિશ બેટ્સમેનોને ઉથલાવી નાખ્યા. અક્ષરે પાવરપ્લેમાં બોલિંગ કરી અને તેની પ્રથમ ત્રણ ઓવરમાં વિકેટ લીધી. અક્ષરે જોસ બટલર, મોઈન અલી અને જોની બેયરસ્ટોને આઉટ કર્યા હતા. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઈંગ્લીશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં સમેટાઈ ગઈ હતી.
Ind vs Eng Semi Final : ઈંગ્લેન્ડની હારના આ ત્રણ કારણો હતા..
ઈંગ્લેન્ડની હારના ત્રણ મહત્વના કારણો હતા. સેમિફાઇનલમાં તેની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ સાથે બોલરો પણ અમુક હદે હાર માટે જવાબદાર હતા. ભારત તરફથી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે જોરદાર પ્રદર્શન કર્યું હતું. હવે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા ( South Africa ) સામે થશે.. 29 જૂને ભારતીય ટીમ ફાઈનલ મેચ રમશે.