News Continuous Bureau | Mumbai
Story – IND vs PAK: ICC દ્વારા મંગળવારે 27મી જૂનના રોજ જાહેર કરાયેલ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) નું શેડ્યૂલ ICCએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. તે મુજબ 15મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-ક્વોલિટી મેચ રમાશે અને અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રોમાંચ મેચ રમાશે.
ક્રિકેટ ચાહકો આ મેચ (IND vs PAK) જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેનું ચોકવાનાર ઉદાહરણ અમદાવાદમાંથી જોવા મળ્યું છે. ભારત-પાકિસ્તાન મેચના દિવસે શહેરભરની બધી હોટલો ભરાઈ ગઈ છે, જેથી ક્રિકેટપ્રેમીઓએ હોસ્પિટલના રૂમ બુક કરાવ્યા છે.
હોસ્પિટલના રુમમાં લોકો માટે ખાવા-પીવાની સુવિધા પણ આપવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર 15 ઓક્ટોબરે શહેરમાં હોટલના રુમોની કિંમત લગભગ 20 ગણી વધી ગઈ છે અને તેની કિંમત 59 હજાર છે. આમ છતાં તમામ હોટેલો ભરેલી છે. અમદાવાદમાં ITCની “વેલકમ હોટેલ” મેચના દિવસે રૂ. 72,000 ચાર્જ કરે છે. જ્યારે શહેરની અન્ય ઘણી હોટેલો જેવી કે ‘ટીસી નર્મદા’, ‘કોર્ટયાર્ડ બાય મેરિયોટ’ વગેરે ભરેલી છે.
આ સમાચાર પણ વાંચો : Bardoli : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી, બારડોલીમાં બિનઅધિકૃત તમાકુ વેચનારા પાસેથી વસૂલાયો અધધ આટલા કરોડનો દંડ..
તેથી ચાહકોએ હવે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ જોવા માટે હોસ્પિટલ (Hospital) ના રૂમ બુક કરાવ્યા છે. ખાસ કરીને હોસ્પિટલના રુમમાં લોકો માટે ખાવા-પીવાની સુવિધા પણ આપવામાં આવશે. આવી જ એક હોસ્પિટલના ડો. પારસ શાહે અમદાવાદ મીડિયાને જણાવ્યું હતું કે, “આ એક હોસ્પિટલ હોવાથી, અમે સંપૂર્ણ શરીરની તપાસની માંગ કરી રહ્યા છીએ, જેથી તે અમારો બેવડો હેતુ પૂરો કરશે. અમે હાલમાં આ લોકોને ડીલક્સ અથવા સ્વીટ રૂમ પણ આપી રહ્યા છીએ અને તેઓ રહેવા માટે તૈયાર છે. અમે, NRIs પાસેથી બુકિંગ લેવાની મનાઈ કરીએ છીએ, કારણ કે અમારી પ્રાથમિકતા દર્દીની સંભાળ છે અને તેમને અસુવિધા ન થાય તેની પુરતી કાળજી લેવાશે. મારા અમેરિકન મિત્રોએ પણ મારા હોસ્પિટલમાં રોકાણ વિશે પૂછપરછ કરી છે. કારણ કે મારી પાસે ખાસ અને સામાન્ય બંને રૂમ છે. ભારત-પાકિસ્તાનની મેચ જોવી એ બધી બધા માટે એક રોમાંચીક મેચ છે..”