News Continuous Bureau | Mumbai
IND vs PAK : એશિયા કપ 2023 (Asia Cup 2023) માં આજે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. હિટમેન રોહિત શર્માએ 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.
આ ઇનિંગ દરમિયાન રોહિતે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 40થી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. છઠ્ઠી વખત રોહિતે એક કેલેન્ડર વર્ષમાં 40થી વધુ સિક્સર ફટકારી છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતે અત્યાર સુધી 41 સિક્સર ફટકારી છે.
રોહિત ક્રિસ ગેલથી આગળ નીકળ્યો
હિટમેને આ મામલે ક્રિસ ગેલ (Chris Gayle) ને પાછળ છોડી દીધો છે. રોહિતે પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં ચાર ગગનચુંબી છગ્ગા પણ ફટકાર્યા હતા. ભારતીય કેપ્ટને છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિતે વિસ્ફોટક શૈલીમાં રમતા 49 બોલમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા.
રોહિતે મેચની પહેલી જ ઓવરમાં સિક્સર ફટકારી.
રોહિત શર્મા મેચની પહેલી જ ઓવરમાં શાહીન આફ્રિદીને સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બની ગયો છે. હિટમેન પહેલા કોઈ બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો. આફ્રિદીએ રોહિતના પગ પર બોલ ફેંક્યો, જેનો ભારતીય કેપ્ટને પૂરો ફાયદો ઉઠાવ્યો. રોહિતે બોલને બાઉન્ડ્રી લાઇનની પાર લેગ સાઇડ પર ફ્લિક કર્યો.
આ સમાચાર પણ વાંચો : Share Market : શ્રાવણનો અંતિમ સોમવાર શેરબજારને ફળ્યો, શેરમાર્કેટએ બનાવ્યો નવો રેકોર્ડ, નિફ્ટી પહેલીવાર 20,000 ને પાર, રોકાણકારો માલામાલ
ગિલે પણ સારી ઇનિંગ રમી હતી
રોહિત શર્માની સાથે તેના પાર્ટનર શુભમન ગિલ (Shubhaman Gill) નું બેટ પણ જોરથી બોલ્યું હતું. ગિલે પણ બીજા છેડેથી આક્રમક વલણ દર્શાવ્યું હતું. ગિલ 52 બોલનો સામનો કરીને 58 રન બનાવીને શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. જમણા હાથના બેટ્સમેને પોતાની ઇનિંગ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા હતા.