Site icon

India vs Pakistan: ભારત-પાક મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! અભિષેક શર્માની તબિયત લથડી, વજનમાં થયો ઘટાડો; શું પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે?.

ફિટનેસ ટેસ્ટ બાદ નક્કી થશે પ્લેઈંગ ઈલેવન; જો અભિષેક નહીં રમે તો સંજુ સેમસન અને ઈશાન કિશન કરી શકે છે ઓપનિંગ.

India vs Pakistan ભારત-પાક મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! અભિષેક શર્માની તબિયત

India vs Pakistan ભારત-પાક મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! અભિષેક શર્માની તબિયત

News Continuous Bureau | Mumbai
India vs Pakistan ટી-20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મહામુકાબલા પહેલા ભારતીય કેમ્પમાંથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. સ્ટાર ઓપનર અભિષેક શર્મા પેટના ઇન્ફેક્શનને કારણે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર છે. આ બીમારીને કારણે તેનું 2 કિલો વજન ઘટી ગયું છે, જેના કારણે તે મેચ માટે સંપૂર્ણ ફિટ છે કે નહીં તે અંગે સસ્પેન્સ સર્જાયું છે. તેની સ્થિતિની ગંભીરતાને જોઈને તેના માતા-પિતા પણ ગઈકાલે રાત્રે કોલંબો પહોંચી ગયા છે.અભિષેક શર્મા અગાઉ નામિબિયા સામેની મેચમાં પણ રમી શક્યો ન હતો. અર્શદીપ સિંહે શેર કરેલા એક વીડિયોમાં તેની નબળાઈ દેખાઈ રહી હતી, જેમાં તે અત્યારે માત્ર દાળ-ભાતના હળવા આહાર પર હોવાનું જાણવા મળ્યું છે. આજે સાંજે 6 વાગ્યે યોજાનારા ટ્રેનિંગ સેશન અને ફિટનેસ ટેસ્ટ બાદ જ તેની પસંદગી અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.

સંજુ સેમસન અને ઈશાન કિશનનો વિકલ્પ

જો અભિષેક શર્મા આ મેચ માટે ફિટ જાહેર નહીં થાય, તો ટીમ મેનેજમેન્ટ ફરી એકવાર સંજુ સેમસન પર ભરોસો મૂકી શકે છે. જોકે, સંજુ નામિબિયા સામે માત્ર 22 રન બનાવી શક્યો હતો, તેથી તેના ફોર્મ પર પણ સવાલો છે. અન્ય એક વિકલ્પ તરીકે વોશિંગ્ટન સુંદરને ઈશાન કિશન સાથે ઓપનિંગમાં મોકલવાની પણ ચર્ચા ચાલી રહી છે, જેથી પાવરપ્લેનો યોગ્ય ઉપયોગ કરી શકાય.

Join Our WhatsApp Community

કોલંબોમાં વરસાદનું વિઘ્ન

ખેલાડીઓની ફિટનેસની સાથે સાથે આ મેચ પર હવામાનનું જોખમ પણ છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચના દિવસે વરસાદની 20% થી 50% શક્યતા છે. સાંજ પછી આકાશ વાદળછાયું રહેવાની અને હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેનાથી ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Western Railway: વેસ્ટર્ન લાઇનના મુસાફરો માટે ખુશખબર: 19 ફેબ્રુઆરીથી બદલાઈ જશે લોકલનું ટાઈમટેબલ, 15 નવી ટ્રેનોને મળી લીલી ઝંડી

પિતા-માતા શ્રીલંકા પહોંચતા ‘આશા’ જાગી

અભિષેક શર્માના માતા-પિતા અગાઉ દુબઈમાં એશિયા કપ વખતે પણ તેને પ્રોત્સાહિત કરવા પહોંચ્યા હતા. હવે જ્યારે તેઓ કોલંબો પહોંચી ગયા છે, ત્યારે ચાહકો એવી આશા રાખી રહ્યા છે કે અભિષેક ઝડપથી સ્વસ્થ થઈને પાકિસ્તાન વિરુદ્ધ મેદાનમાં ઉતરે. પાકિસ્તાન સામેની મેચમાં તેની આક્રમક બેટિંગ ભારત માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા પર BCCIની ગાજ, અભદ્ર વર્તન બદલ મોટી સજા
Arjun Tendulkar:શું મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન સાથે અન્યાય કર્યો? લખનૌ સુપર જાયન્ટ્સમાં સામેલ થયા બાદ તેંડુલકરે તોડ્યું મૌન.
IPL 2026:IPL 2026:શ્રેયસ અય્યર સામે BCCIના આકરા પગલાં: જીતની ખુશીમાં લાગ્યો ₹12 લાખનો દંડ, જાણો કયા નિયમનું કર્યું ઉલ્લંઘન?
IPL 2026 Controversy:મુંબઈ ઈન્ડિયન્સ ફરી વિવાદમાં! MI vs KKR મેચમાં ‘ટોસ’ પર ઉઠ્યા ગંભીર સવાલો, વીડિયો વાયરલ થતા ફેન્સે લગાવ્યા ફિક્સિંગના આરોપ.
Exit mobile version