News Continuous Bureau | Mumbai
IND vs SA 1st Test : ભારત અને દક્ષિણ આફ્રિકા ( IND vs SA ) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ( test series ) ટીમ ઈન્ડિયા ( Team India ) બેકફૂટ પર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીના બીજા દિવસે દક્ષિણ આફ્રિકા ( South Africa ) ની ટીમને 11 રનની લીડ મળી ગઈ છે. ટેસ્ટ શ્રેણી ( Test Cricket ) ના બીજા દિવસે ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ પણ નબળી રહી હતી. દક્ષિણ આફ્રિકાના ડીન એલ્ગરે ( Dean Elgar ) જોરદાર ઇનિંગ રમી હતી. એલ્ગર સદી સાથે અણનમ રહ્યો છે. ભારતીય બેટ્સમેનો ( Indian batsmen ) સસ્તામાં પવેલિયન પરત ફર્યા હતા. જો કે એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાની ઈનિંગ કથળી ગઈ છે. કેએલ રાહુલ સિવાય કોઈ ખેલાડી સારું રમી શક્યો નથી.
Bad light brings an end to Day 2.
South Africa reach 256/5, with a lead of 11 runs.
Scorecard ▶️ https://t.co/032B8Fn3iC#TeamIndia | #SAvIND pic.twitter.com/XngpVF2kcr
— BCCI (@BCCI) December 27, 2023
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ ( KL Rahul ) સિવાય કોઈ ખેલાડી વધુ રન બનાવી શક્યો નહોતો. કેએલ રાહુલે 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 101 રનની સદી ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ માત્ર બે રન બનાવીને પવેલિયન પાછો ફર્યો હતો. વિરાટ કોહલી 38 અને શ્રેયસ અય્યર 31 રને આઉટ થયા હતા. ખરાબ બેટિંગના કારણે ભારત આ ટેસ્ટ શ્રેણીમાં બેકફૂટ પર હોય તેવું લાગી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir Inauguration: રામ મંદિરમાં રામલલાની નવી પ્રતિમા અયોધ્યા મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થશે.. તો જૂની મૂર્તિનું શું થશે? જાણો શું કહ્યું ટ્રસ્ટે
એલ્ગરે 211 બોલમાં 23 ચોગ્ગા સહિત 140 રન બનાવ્યા હતા….
બેટ્સમેનોની સાથે સાથે ટીમ ઈન્ડિયાના બોલર પણ કંઈ ખાસ કરી શક્યા નથી. બીજા દિવસની રમતના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા હતા. સદી બાદ પણ ભારતીય બોલરો ડીન એલ્ગરને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. એલ્ગરે 211 બોલમાં 23 ચોગ્ગા સહિત 140 રન બનાવ્યા હતા. એલ્ગર ભારતીય બોલરો પર પ્રભુત્વ ધરાવે છે અને તે હાલ અણનમ છે. તેની સાથે ડેવિડ બેડિંગહામ પણ જોડાયો હતો તેણે પણ શાનદાર અડધી સદી ફટકારી હતી, પરંતુ બાદમાં તે આઉટ થયો હતો.
ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ક્રિષ્ના અને સિરાજે વિકેટ લીધી પરંતુ વધુ રન આપ્યા હતા. શાર્દુલ ઠાકુર પણ મોંઘો પડ્યો. શાર્દુલે 12 ઓવરમાં 57 રન આપ્યા જ્યારે સિરાજે 15 ઓવરમાં 63 રન આપ્યા. ટીમ ઈન્ડિયાને હવે સારી બોલિંગ કરવાની અને ત્રીજા દિવસે ડીન એલ્ગરને આઉટ કરવાની જરૂર છે.