News Continuous Bureau | Mumbai
IND vs SA Final: ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC T20 વર્લ્ડ કપ 2024નો ( ICC T20 World Cup 2024 ) ખિતાબ જીત્યો છે . ભારતે વર્ષ 2007માં દક્ષિણ આફ્રિકા સામે ICC T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને ત્યારથી ટીમ ઈન્ડિયા કોઈ પણ ખિતાબ જીતવામાં સફળ રહી નથી. પરંતુ હવે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે 17 વર્ષની લાંબી રાહનો અંત કરીને T20 વર્લ્ડ કપનો ( T20 World Cup ) ખિતાબ જીતી લીધો છે. આથી વર્લ્ડ કપ જીતનારી ટીમ પર ઈનામોની વર્ષા થશે. તો રનર્સઅપ ટીમ પણ બનશે ધનવાન.
IPL બાદ ICC અત્યાર સુધીની સૌથી મોટી રકમ હવે T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને ( Team India ) આપશે. આઇસીસીએ આ માટે રુપિયા $ 11.25 કરોડ મિલિયન એટલે કે રુપિયા 93.80 કરોડના ઈનામોની ( Price Money ) જાહેરાત કરી છે.
IND vs SA Final: વિજેતા ટીમને હવે 2.45 મિલિયન ડોલર એટલે કે 20.42 કરોડ રુપિયા મળશે.
ભારતે તેનો પહેલો T20 વર્લ્ડ કપ 2007માં જીત્યો હતો અને તેનું છેલ્લું ICC ટાઇટલ 2013માં દક્ષિણ આફ્રિકામાં ( South Africa ) મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેમ્પિયન્સ ટ્રોફી હતું. જો કે, ગયા વર્ષે ભારતમાં રમાયેલ વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. પરંતુ હવે રોહિત શર્માના નેતૃત્ત્વમાં ટીમ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. તેથી વિજેતા ટીમને હવે 2.45 મિલિયન ડોલર એટલે કે 20.42 કરોડ રુપિયા મળશે. તો રનર અપ સાઉથ આફ્રિકા ટીમને આની અડધી રકમ મળશે. રનર અપને કુલ 1.28 મિલિયન ડોલર એટલે કે 10.67 કરોડ રૂપિયા મળશે.
આ સમાચાર પણ વાંચો: Suryakumar Yadav Catch : ભારતે આ રીતે જીત્યો વર્લ્ડ કપ, સૂર્યાના શાનદાર કેચે પલટી નાખી સમ્રગ મેચની દીશા..જુઓ વિડીયો
આમાં સેમી ફાઇનલિસ્ટને પણ 6.56 કરોડ રૂપિયા મળશે. દરેક ટીમને પૈસા મળશે. સુપર 8માં પહોંચનારી ટીમને 3.18 કરોડ રૂપિયા મળશે. આ સિવાય 9માંથી 12માં સ્થાન મેળવનારી ટીમોને 2.06 કરોડ રૂપિયા મળશે. 13થી 20માં સ્થાને રહેનારી ટીમોને 1.87 કરોડ રૂપિયા મળશે.