India vs Australia: ભારતે વર્લ્ડકપનો બદલો લીધો.. T20 સિરીઝ જીતી ભારતે રચ્યો ઇતિહાસ,… પાકિસ્તાનનો આ મામલે તોડયો રેકોર્ડ..

India vs Australia: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી છે. શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, રાયપુર ખાતે 1લી ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ રમાયેલી આ શ્રેણીની ચોથી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું..

by Bipin Mewada
India vs Australia India took revenge for the World Cup.. India created history by winning the T20 series,... Pakistan's record was broken in this matter

News Continuous Bureau | Mumbai

India vs Australia: ટીમ ઈન્ડિયા ( Team India )ઓસ્ટ્રેલિયા ( Australia ) સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ( T20 series ) 3-1ની અજેય સરસાઈ મેળવી છે. શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, રાયપુર ખાતે 1લી ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ રમાયેલી આ શ્રેણીની ચોથી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે પાંચમી અને છેલ્લી T20 મેચ 3 ડિસેમ્બરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

T20 શ્રેણી જીતવાની સાથે, સૂર્યકુમાર યાદવ ( Suryakumar Yadav ) ની આગેવાની હેઠળની ભારતીય ટીમે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો શાનદાર બદલો લીધો હતો. નોંધનીય છે કે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. આ હારને કારણે ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન ( World Champion ) બનવાનું ચૂકી ગઈ હતી.

 

 ભારત હવે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ ( T20 International Match ) જીતનારી ટીમ બની ગઈ….

ચોથી T20માં જીત સાથે ભારતના નામે એક મોટો રેકોર્ડ પણ બની ગયો છે. ભારત હવે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. આ મામલે ભારતે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. પાકિસ્તાને અત્યાર સુધી 226 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 135 મેચ જીતી છે. ભારતીય ટીમે 213 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 136માં જીત મેળવી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હવે ટોપ પર છે. ન્યૂઝીલેન્ડની ટીમ આ મામલે ત્રીજા સ્થાને છે, જેણે 200 ટી20 મેચમાંથી 102 મેચ જીતી છે. આ પછી ઓસ્ટ્રેલિયા (95) અને દક્ષિણ આફ્રિકા (95) આવે છે.

આ સમાચાર પણ વાંચો : Adani Group Stocks: ગૌતમ અદાણીનો મેગા પ્લાન… હવે 10 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આટલા કરોડ રુપિયા ખર્ચવાની છે યોજના.. જાણો વિગતે..

ચોથી T20 મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે 174 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિંકુ સિંહે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. રિંકુએ 28 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 37 રન અને ઋતુરાજ ગાયકવાડે 32 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ 19 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 35 રનની ઇનિંગ રમી હતી. જો જોવામાં આવે તો ભારતે છેલ્લી પાંચ વિકેટ આઠ રનમાં ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બેન દ્વારશુઈસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે તનવીર સંઘા અને જેસન બેહરેનડોર્ફને બે-બે સફળતા મળી હતી.

175 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટે 154 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન મેથ્યુ વેડે સૌથી વધુ અણનમ 36 રન બનાવ્યા હતા, જેમાં બે ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. જ્યારે ટ્રેવિસ હેડે 31 રન અને મેથ્યુ શોર્ટે 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલે ચાર ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે દીપક ચાહરને બે અને રવિ બિશ્નોઈને એક સફળતા મળી હતી. અક્ષર પટેલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો.

ભારત સામે સૌથી વધુ રન (T20)

592- નિકોલસ પૂરન
554- ગ્લેન મેક્સવેલ
500- એરોન ફિન્ચ
475- જોસ બટલર
465- મેથ્યુ વેડ

AUS (ભારતીય બોલર) ( Indian bowler ) સામે T20માં સર્વશ્રેષ્ઠ બોલિંગ

4/11- રવિચંદ્રન અશ્વિન, મીરપુર, 2012
4/36- હાર્દિક પંડ્યા, સિડની, 2018
3/16- જસપ્રિત બુમરાહ, વિશાખાપટ્ટનમ, 2019
3/16- અક્ષરપુર, રા20 પટેલ
3/17- અક્ષર પટેલ, મોહાલી, 2022

આ સમાચાર પણ વાંચો : Porbandar Dadar Saurashtra Express : મુસાફરોની સુવિધામાં વધારો, આ એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે ઉમેરાશે વધારાના 04 કોચ..

અક્ષર પટેલ (T20) ઓસ્ટ્રેલિયા સામે

મેચ: 7
વિકેટ: 13
સરેરાશ: 13.3
ઈકોનોમી રેટ: 6.65
સ્ટ્રાઈક રેટ: 12
ઇનિંગ્સમાં શ્રેષ્ઠ બોલિંગ: 3/16

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More