News Continuous Bureau | Mumbai
India vs Pakistan: અમેરિકાના ન્યૂયોર્કમાં ગઈકાલે આયોજિત ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચમાં ઈમરાન ખાનને રિલીઝ કરોનું ( Free Imran Khan ) પોસ્ટર પ્લેનમાંથી ઉડાવવામાં આવ્યું હતું. ICC મેચ દરમિયાન મેદાન પર કોઈપણ રાજકીય પોસ્ટર પર પ્રતિબંધ છે પરંતુ હવામાં આવા સંદેશાઓ પર કોઈ પ્રતિબંધ નથી. આવી સ્થિતિમાં, જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાનનું રાષ્ટ્રગીત (કૌમી તરાના) વગાડવામાં આવી રહ્યું હતું, ત્યારે મેદાનમાં આકાશમાં ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરો એવું પોસ્ટર લહેરાવવામાં આવ્યું હતું. આ પોસ્ટર કોણે લહેરાવ્યું હતું? હાલમાં આ અંગે કોઈ માહિતી નથી.
અદિયાલા જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ( Imran Khan ) પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ( PTI )એ બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કર્યો હતો.
#WATCH | An aircraft carrying the message ‘Release Imran Khan’ is seen above Nassau, New York, where India is playing against Pakistan in the T20 World Cup pic.twitter.com/tYxrbKcY7C
— ANI (@ANI) June 9, 2024
India vs Pakistan: ભારતે ટુર્નામેન્ટમાં સતત બીજી જીત હાંસલ કરી હતી..
ઈમરાન ખાન ઘણા મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જો કે, કેટલાક કેસમાં કોર્ટે તેમને હાલમાં જ નિર્દોષ જાહેર પણ કર્યા હતા. એપ્રિલ 2022 માં તેમને વડાપ્રઘાન પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારથી, તેમની વિરુદ્ધ લગભગ 200 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઘણા કેસોમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક કેસમાં નિર્દોષ છુટ્યા હોવા છતાં તે જેલમાંથી હાલ મુક્ત થઈ રહ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : SEBI Proposal on Derivatives: સેબી દ્વારા સ્ટોક ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગના નિયમોની સમીક્ષાનો પ્રસ્તાવ, વધતી ભાગીદારી ઘટાડવા હવે આ પગલા લેશે.
વર્ષ 2022માં ઈમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈના ( Pakistan ) નેતાઓએ હકીકી આઝાદી માર્ચ કાઢી હતી. આ દરમિયાન પાર્ટીના નેતાની ધરપકડથી નારાજ લોકોએ ઘણી જગ્યાએ તોડફોડ કરી દેખાવ પ્રદર્શન કર્યો હતો. તો 3 જૂન, 2024 ના રોજ, ઇસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે આ કેસમાં ઇમરાન ખાન સહિત ઘણા નેતાઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ સિવાય પાકિસ્તાનની હાઈકોર્ટે ઈમરાન ખાનને સરકારી રહસ્યો લીક કરવાના કેસમાં પણ નિર્દોષ જાહેર કર્યા છે. આમ છતાં ઈમરાન ખાન હજુ પણ પાકિસ્તાનની જેલમાં બંદ છે. તેથી પોતાની વાત દુનિયા સમક્ષ રજુ કરવા ઈમરાનના સપોર્ટસોએ હવે T20 વર્લ્ડ કપનો સહારો લીધો હતો.
વાત કરીએ ભારત – પાકિસ્તાન T-20 મેચની ( T20 World Cup ) તો ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (14 રનમાં ત્રણ વિકેટ)ના નેતૃત્વમાં બોલરોના જોરદાર પ્રદર્શનને કારણે ભારતે ગ્રુપ Aની રોમાંચક મેચમાં ( Cricket Match ) પાકિસ્તાનને છ રનથી હરાવ્યું અને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત હાંસલ કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)