News Continuous Bureau | Mumbai
India’s T20 World Cup Squad: BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિએ ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન રોહિત શર્મા ( Captain Rohit Sharma ) ને સોંપવામાં આવી છે. જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન ( Hardik Pandya Vice captain ) હશે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહ્યો છે. ભારત 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
India’s T20 World Cup Squad : આ ખેલાડીઓને ટીમમાં તક ન મળી
ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માને ટીમમાં તક મળી નથી. શુભમન ગિલ, રિંકુ સિંહનો બેકઅપ પ્લેયર્સ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
India’s T20 World Cup Squad : T20 વર્લ્ડ કપ 2024 માટેની ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર યાદવ ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
બેકઅપ પ્લેયર્સ- શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.
India’s T20 World Cup Squad :આવી છે ટીમ ઇન્ડિયા
પાંચ બેટ્સમેન : કેપ્ટન રોહિત શર્માની સાથે, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ યુનિટના મહત્વપૂર્ણ ભાગ હશે. સાથે જ શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. યશસ્વી ઓપનિંગ કરે તેવી શક્યતા છે, જ્યારે શિવમ દુબે ફિનિશરની ભૂમિકામાં જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Tariq Masood Marriage: 4 પત્ની, 16 બાળકો, પાકિસ્તાની મૌલાનાએ લગ્ન ન થવા માટે PM મોદી પર ફોડ્યું ઠીકરું, કહ્યું- દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગએ, ઉનકે બચે હમે મામા કહ ગએ..
બે વિકેટકીપર : વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળી છે. પંત IPL 2024 ક્રિકેટમાં પાછો ફર્યો છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત દેખાડ્યા હતા. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળ્યું છે.
ત્રણ ઓલરાઉન્ડર : ઓલરાઉન્ડરોની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટનની જવાબદારી પણ સંભાળશે. તમને જણાવી દઈએ કે IPL 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ તેમના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.