Site icon

IPL 2024: 13 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા અને 2 વર્લ્ડ કપ જીત્યા બાદ ઈંગ્લેન્ડના આ સ્ટાર ખેલાડીએ સુધાર્યું પોતાનું નામ, જાણો કેમ તેણે ભર્યું આ પગલું?

IPL 2024: ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન જોસ બટલરે સત્તાવાર રીતે પોતાનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. આની જાહેરાત કરતા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જોસ બટલરનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં બટલર પોતાનું નામ બદલવાનું કારણ જણાવી રહ્યો છે.

IPL 2024 After playing cricket for 13 years and winning 2 World Cups, this England star changed his name. Know why he took this step

IPL 2024 After playing cricket for 13 years and winning 2 World Cups, this England star changed his name. Know why he took this step

News Continuous Bureau | Mumbai 

IPL 2024: રાજસ્થાન રોયલ્સ ટીમે IPL 2024માં શાનદાર શરૂઆત કરી છે. અત્યાર સુધી, સંજુ સેમસનની કપ્તાની હેઠળ રાજસ્થાન રોયલ્સ ( Rajasthan Royals ) ટુર્નામેન્ટમાં બે મેચ રમી છે અને ટીમે બંનેમાં જીત મેળવી છે. હાલ રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. હવે IPL 2024 વચ્ચે રાજસ્થાનના એક સ્ટાર ખેલાડીએ મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં આ ખેલાડીએ પોતાનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. આ ખેલાડીએ પોતાનું નામ બદલવાનું કારણ પણ આપ્યું છે. 

Join Our WhatsApp Community

હકીકતમાં, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન જોસ બટલરે ( Jos Butler ) સત્તાવાર રીતે પોતાનું નામ બદલવાનો ( Name change ) નિર્ણય કર્યો છે. આની જાહેરાત કરતા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જોસ બટલરનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં બટલર પોતાનું નામ બદલવાનું કારણ જણાવી રહ્યો છે.

  તેની માતા પણ તેનું નામ ખોટી રીતે લખે છે….

વીડિયોમાં જોસ બટલરે કહ્યું કે લોકો તેને ખોટા નામથી બોલાવે છે, તેના મેડલ પર પણ નામ ખોટું લખવામાં આવ્યું છે. તેની માતા પણ તેનું નામ ખોટી રીતે લખે છે. તેણે વધુમાં કહ્યું કે ઈંગ્લેન્ડ ( England ) માટે 13 વર્ષ રમ્યા બાદ અને 2 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે હવે તેનો ઉકેલ શોધી કાઢ્યો છે અને હવે તે ઓફિશિયલ જોશ બટલર ( Josh Butler ) છે.

આ સમાચાર પણ વાંચો :  Love sex aur dhokha 2: લવ સેક્સ ઔર ધોખા 2 ના ટીઝર એ કરી અશ્લીલતા ની તમામ હદ પાર, ઘરવાળાઓથી છુપાઈ ને જોવો પડશે આ 2 મિનિટ 13 સેકન્ડ નો વિડિયો

IPL 2024માં, રાજસ્થાન રોયલ્સે શાનદાર શરૂઆત કરી છે અને તેની બંને મેચ જીતી છે, પરંતુ ટીમનો ઓપનર જોશ બટલર હજુ સુધી તેના ફોર્મમાં આવ્યો નથી. જોશ બટલર બેટિંગ કરતી વખતે ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. અત્યાર સુધી બટલરના બેટમાંથી એક પણ શાનદાર ઇનિંગ આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
ICC vs BCB: બાંગ્લાદેશને ICCનો જોરદાર ફટકો, T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ ફગાવી.
Exit mobile version