News Continuous Bureau | Mumbai
IPL 2024: હવે BCCI ( બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા ) એ પોતે જ રિષભ પંત, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણ IPL 2024માં રમી શકશે કે નહીં તે અંગેની તસવીર સ્પષ્ટ કરી દીધી હતી. BCCIએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ત્રણ ખેલાડીઓમાંથી કોણ IPL રમી શકશે અને કોણ નહીં. બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ઋષભ પંત આઈપીએલમાં ભાગ લેવા માટે સંપૂર્ણ રીતે હવે ફિટ છે. જ્યારે મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણ હાલ આ IPL 2024માં રમી શકશે નહીં.
IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે. અગાઉ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( BCCI ) એ રિષભ પંત, મોહમ્મદ શમી ( Mohammed Shami ) અને પ્રસિદ્ધ કૃષ્ણાના ( Prasidh Krishna ) મેડિકલ અને ફિટનેસ અપડેટ જાહેર કર્યા હતા.
🚨 NEWS 🚨
Ahead of the #TATA @IPL 2024, the BCCI has issued the following medical and fitness updates for Rishabh Pant, Prasidh Krishna & Mohd. Shami.
Details 🔽 #TeamIndiahttps://t.co/VQDYeUnnqp
— BCCI (@BCCI) March 12, 2024
આ જાહેરાત દિલ્હી કેપિટલ્સ ( Delhi Capitals ) માટે એક સુખદ સંકેત છે…
ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત ( Rishabh Pant ) 30 ડિસેમ્બર, 2022 ના રોજ ઉત્તરાખંડના રૂરકી પાસે એક જીવલેણ માર્ગ અકસ્માત બાદ ટીમ ઈન્ડિયા અને ક્રિકેટ એક્શનથી દૂર હતો. લગભગ 14 મહિનાના સારવાર બાદ અને રિહેબ પ્રક્રિયા પછી, રિષભ પંતને હવે IPL 2024માં વિકેટકીપર બેટ્સમેન તરીકે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. એકંદરે, BCCI દ્વારા જારી કરવામાં આવેલી આ જાહેરાત દિલ્હી કેપિટલ્સ માટે એક સુખદ સંકેત છે.
આ સમાચાર પણ વાંચો : Bharat Jodo Nyay Yatra: ભારત જોડો ન્યાય યાત્રા હવે મહારાષ્ટ્રમાં, 17મી માર્ચે શિવાજી પાર્ક ખાતે થશે ન્યાય યાત્રાની ભવ્ય સમાપ્તિ..
નોંધનીય છે કે, પંતે IPLમાં 98 મેચ રમી છે, જેમાં તેણે પોતાના બેટથી 2838 રન બનાવ્યા છે. જ્યારે પંતે 33 ટેસ્ટમાં 2271 રન બનાવ્યા છે. આ સિવાય 30 વનડેમાં તેના બેટથી 865 રન બનાવ્યા છે. 66 T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 987 રન બનાવ્યા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)