News Continuous Bureau | Mumbai
IPL 2024: બેંગલુરુ હાલમાં જળ સંકટનો સામનો કરી રહ્યું છે. થોડા દિવસો પછી અહીં આઈપીએલની મેચો રમાવાની છે. આવી સ્થિતિમાં, બેંગલુરુમાં ( Bangalore ) ચાલી રહેલી પાણીની તંગી ટૂર્નામેન્ટ માટે સમસ્યા બની શકે છે. જળ સંકટને ( Water crisis ) ધ્યાનમાં રાખીને, એવી માંગ છે કે બેંગલુરુમાં રમાતી IPL મેચોને બીજે સ્થાનાંતરિત કરવામાં આવે. તો જાણો કે આ જળ સંકટમાં બેંગલુરુમાં મેચ યોજાશે કે નહીં.
બેંગલુરુમાં IPLના પ્રથમ તબક્કામાં કુલ ત્રણ મેચો રમાવાની છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અહીં તેની પ્રથમ મેચ 25 માર્ચે પંજાબ કિંગ્સ સામે, બીજી 29 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અને ત્રીજી મેચ 2 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાશે. જો કે, આ મેચોને ધ્યાનમાં રાખીને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને ( Karnataka State Cricket Association ) સ્પષ્ટ કર્યું છે કે અહીં રમાનારી IPLની પ્રથમ ત્રણ મેચો પર જળ સંકટની કોઈ અસર નહીં થાય, કારણ કે અહીંના સ્ટેડિયમના સીવરેજ પ્લાન્ટમાંથી ( sewage plant ) પાણી વહી રહ્યું છે. જેમાંથી પિચ અને આઉટફિલ્ડને સપ્લાય કરવામાં આવશે.
એક મેચ માટે લગભગ 10 થી 15 હજાર લીટર પાણીની જરૂર પડી શકે છે…
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અમે અત્યારે કોઈ જળ સંકટનો સામનો કરી રહ્યાં નથી. અમને રાજ્ય સરકાર પાસેથી પાણીના વપરાશ અંગે માહિતી મળી છે. અમે માર્ગદર્શિકાનું પાલન કરીએ છીએ તેની ખાતરી કરવા માટે અમે નિયમિત બેઠકો પણ કરી રહ્યા છીએ.
આ સમાચાર પણ વાંચો : CAA Rules Notification: શું રાજ્ય સરકારો તેમના રાજ્યોમાં CAAનો અમલ અટકાવી શકે છે? જાણો શું કહે છે નિષ્ણાંતો..
નોંધનીય છે કે, બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે એક નોટિસ જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગાર્ડનિંગ અથવા કાર ધોવા જેવા અન્ય કોઈ હેતુ માટે પાણીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ તે દરમિયાન, ક્રિકેટ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને ખાતરી છે કે તેઓ સીવરેજ પ્લાન્ટનું પાણી ઉપયોગ કરશે, જે મેચો માટે પૂરતું છે.
ક્રિકેટ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે વધુમાં કહ્યું હતું કે, “અમે પહેલાથી જ આઉટફિલ્ડ, પીચ અને અન્ય વસ્તુઓ માટે સીવરેજ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ. એક મેચ માટે લગભગ 10 થી 15 હજાર લીટર પાણીની જરૂર પડી શકે છે. પરંતુ અમને વિશ્વાસ છે કે અમે સિવરેજ પ્લાન્ટ દ્વારા આ જરુરિયાત પૂર્ણ કરીશું.