News Continuous Bureau | Mumbai
IPL 2024 MI vs RCB: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં આરસીબી સામે તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો . બુમરાહે 4 ઓવરમાં 21 રન આપીને 5 વિકેટ લીધી હતી. બુમરાહે વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદાર જેવા ખેલાડીઓની વિકેટ લઈને આરસીબીના બેટ્સમેનોને ધ્વસ્ત કરી દીધા હતા. પરંતુ બીજા છેડે અન્ય બોલરો નબળા સાબિત થતા આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવી લીધા હતા.
બુમરાહે ( Jasprit Bumrah ) તેની જોરદાર બોલિંગના આધારે શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા હતા. બુમરાહ આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં આરસીબી ( MI vs RCB ) સામે એક દાવમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો. તેના પહેલા અન્ય કોઈ બોલર આરસીબી સામે આ સિદ્ધિ મેળવી શક્યો નહોતો.
આ પહેલા બુમરાહે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પાંચ વિકેટ ઝડપી હતી..
આ બીજી વખત છે. જ્યારે બુમરાહે IPLમાં પાંચ કે તેથી વધુ વિકેટ ( Wickets ) પોતાના નામે કરી હોય. આ પહેલા તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પાંચ વિકેટ ઝડપી હતી. આરસીબી સામેની ઇનિંગ્સમાં પાંચ વિકેટ લઈને, બુમરાહ બોલરોની ખાસ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. જેણે આ સિદ્ધિ બે વખત હાંસલ કરી છે. બુમરાહ આ સિદ્ધિ મેળવનાર ચોથો બોલર બની ગયો હતો. બુમરાહ પહેલા ઓસ્ટ્રેલિયાના જેમ્સ ફોકનર, ભારતના જયદેવ ઉનડકટ અને ભારતના ભુવનેશ્વર કુમારે આ સિદ્ધિ મેળવી હતી.
આ સમાચાર પણ વાંચો : IIT Bombay disrespecting Ramayan: IIT મુંબઈમાં અભિવ્યક્તિના નામે ભગવાન રામ અને માતા સીતાનું અપમાન, સીતાના પાત્રના મુખે અશ્લીલ સંવાદો…
ગુરુવારે પાંચ વિકેટ લઈને બુમરાહ આરસીબી સામે સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બની ગયો હતો. આ મામલે બુમરાહે રવિન્દ્ર જાડેજા અને સંદીપ શર્માને પાછળ છોડી દીધા હતા. બુમરાહના નામે RCB સામે 27 વિકેટ છે જ્યારે જાડેજાએ RCB વિરુદ્ધ 26-26 વિકેટ પોતાના નામે કરી હતી.
જેમ જેમ બુમરાહ આરસીબી સામે વિકેટો લેતો રહ્યો, તેના ખાતામાં ઘણા રેકોર્ડ નોંધાવા લાગ્યા. ઈનિંગમાં ત્રણ વિકેટ પૂરી કરતાની સાથે જ તે IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત 3 કે તેથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. તેણે 21મી વખત આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના પછી યુઝવેન્દ્ર ચહલ 20ના આંકડા સાથે બીજા સ્થાને છે.
બુમરાહે ચાર વિકેટના આંકડાને સ્પર્શતાની સાથે જ તે ભારતીય ઝડપી બોલર ( Indian Fast Bowlers ) દ્વારા IPLમાં સૌથી વધુ વખત ચાર કે તેથી વધુ વિકેટ ઝડપનારા બોલરોમાં સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગયો હતી. લક્ષ્મીપતિ બાલાજી, મોહિત શર્મા અને ભુવનેશ્વર કુમારે 4-4 વખત આવું કર્યું હતું.