IPL 2024: મોહમ્મદ શમીની જગ્યાએ સંદીપ વૉરિયર IPL રમશે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પણ આ નવા ખેલાડીનો કર્યો ઉમેરો..

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની શરૂઆતની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ 22 માર્ચે ચેન્નાઈમાં શરૂ થશે. પરંતુ તે પહેલા ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.

by Bipin Mewada
IPL 2024 Sandeep Warrier will play IPL in place of Mohammed Shami, Mumbai Indians team also added this new player..

News Continuous Bureau | Mumbai

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 22 માર્ચથી શરૂ થશે. પરંતુ તે પહેલા બે ટીમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાત ટાઇટન્સ ( Gujarat Titans )ની ટીમમાં પ્રથમ ફેરફાર જોવા મળ્યો છે. ફ્રેન્ચાઇઝીએ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સ્થાને રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી.

ગુજરાત ટાઇટન્સે ઝડપી બોલર મોહમ્મદ શમીની ( mohammed shami ) જગ્યાએ  સંદીપ વોરિયરને ( Sandeep Warrier ) ટીમમાં સામેલ કર્યો છે. શમીને વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજા થઈ હતી, જે બાદ તેને ક્રિકેટના મેદાનમાંથી બહાર થઈ ગયો હતો. જો કે, થોડા દિવસ પહેલા તેણે પોતાના પગની સર્જરી પણ કરાવી હતી. આ કારણે તે IPL 2024ની આખી સિઝન રમી શકશે નહીં. તે જ સમયે, શમી જૂનમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર છે.

મુંબઈએ દક્ષિણ આફ્રિકા તરફથી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્વેના મ્ફાકાને તક આપી છે..

ગુજરાતની ટીમે શમીના સ્થાને સંદીપ વોરિયરનો સમાવેશ કર્યો છે. સંદીપે 2021માં ભારતીય ટીમ ( Team India ) માટે T20 ડેબ્યૂ કર્યું હતું. સંદીપ ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ માટે રમે છે. તે અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. અલબત્ત, તેને આ ત્રણેય ટીમો તરફથી વધુ તક મળી શકી નથી. હવે જોવાનું રહેશે કે તે ગુજરાતમાંથી કેટલો સફળ થશે.

આ સમાચાર પણ વાંચો :  Sara Tendulkar: સારા તેંડુલકરે મુંબઈ પોલીસની મદદ માંગી, હત્યાના આરોપીઓની ધરપકડની માંગ કરી.

ગુજરાતની સાથે મુંબઈ ઈન્ડિયન્સે ઈજાગ્રસ્ત ખેલાડીના સ્થાને એક નવા ખેલાડીનો પણ ટીમમાં સમાવેશ કર્યો છે. મુંબઈની ટીમમાં રહેલા દિલશાન મધુશંકાને ઈજા થઈ છે. તેથી તે IPLમાંથી હાલ બહાર છે. તેના સ્થાને મુંબઈએ દક્ષિણ આફ્રિકા તરફથી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્વેના મ્ફાકાને તક આપી છે.

ક્વેના મ્ફાકાએ અંડર-19 વર્લ્ડ કપમાં ફાસ્ટ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને આફ્રિકાનો જુનિયર રબાડા પણ કહેવામાં આવે છે. IPL 2024ની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. રસપ્રદ વાત એ છે કે છેલ્લા બે વર્ષથી ગુજરાતનું નેતૃત્વ કરનાર હાર્દિક પંડ્યા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયો છે અને તે રોહિત શર્માની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરશે.

 

Join Our WhatsApp Community

You may also like