IPL 2024 Sanjiv Goenka : સંજીવ ગોએન્કાએ માત્ર કેએલ રાહુલ સાથે જ નહીં પરંતુ એમએસ ધોની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી, ત્યારબાદ માહી પાસેથી કેપ્ટન્સી છીનવી લીધી હતી..

IPL 2024 Sanjiv Goenka : સંજીવ ગોયન્કા આ દિવસોમાં કેએલ રાહુલ પર ગુસ્સે થવાને કારણે હેડલાઇન્સમાં છે. સંજીવનો આ અગાઉ એમએસ ધોની સાથે પણ ટકરાવ થયો હતો. જેમાં સંજીવે ધોનીને સુકાની પદે થી આઉટ કરી દીધો હતો.

by Hiral Meria
IPL 2024 Sanjiv Goenka Sanjeev Goenka not only misbehaved with KL Rahul but also with MS Dhoni, then took away the captaincy from Mahi

News Continuous Bureau | Mumbai

IPL 2024 Sanjiv Goenka :  IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સની હાર બાદ કેમેરાની સામે કેએલ રાહુલને ( KL Rahul ) ઠપકો આપનાર સંજીવ ગોયન્કા અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. આ જ કારણ છે કે ક્રિકેટ ચાહકો કેએલ રાહુલને લખનૌ ટીમ છોડવાની સલાહ આપી રહ્યા છે. જેના માલિક સંજીવ ગોએન્કા છે. બિઝનેસ ટાયકૂન સંજીવ ગોએન્કા હાલ લખનૌ સુપરજાયન્ટ્સ ( LSG )ના માલિક છે. જો કે, આ તેમની પહેલી આઈપીએલ ટીમ પણ નથી. આ અગાઉ 2016-17માં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ ટીમના માલિક પણ રહી ચૂક્યા હતા. ત્યારે પણ સંજીવ ગોયેન્કાએ અચાનક જ એમએસ ધોનીને કેપ્ટનશિપ પરથી હટાવીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. 

લખનૌ સુપર જાયન્ટ્સ ( Lucknow Super Giants ) એ બે IPL ટીમોમાં સામેલ હતી. જેનો 2022માં સમાવેશ કરવામાં આવ્યો હતો. સંજીવ ગોયેન્કાની ( Sanjiv Goenka ) ફર્મે લખનૌ ફ્રેન્ચાઈઝી પર સૌથી વધુ બોલી લગાવી હતી. ગોએન્કાએ અગાઉ 2016માં પૂણે ફ્રેન્ચાઈઝી પણ ખરીદી હતી. પુણે સુપર જાયન્ટે IPL 2016માં ભાગ લીધો હતો. જો કે, તે સમયે પુણે ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે રહી હતી. આ પછી, 2017 માં ટીમનું નામ બદલીને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ( rising pune super giants ) કરવામાં આવ્યું. આટલું જ નહીં IPL 2017 શરૂ થવાના થોડા દિવસો પહેલા જ એમએસ ધોની ( MS Dhoni ) પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ હતી. તેના સ્થાને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

IPL 2024 Sanjiv Goenka : એમએસ ધોનીને સુકાની પદે થી હટાવવામાં આવતા ભારતીય ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા…

એમએસ ધોનીને સુકાની પદે થી હટાવવામાં આવતા ભારતીય ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા. જો કે ધોનીને હટાવવાનું સમર્થન કરનારા ચાહકો તેના ખરાબ ફોર્મને ટાંકતા હતા. ધોનીએ IPL 2016માં 12 ઇનિંગ્સમાં માત્ર 284 રન બનાવ્યા હતા. જો કે, સ્મિથને કેપ્ટન બનાવવાની ચાલ કામ કરી ગઈ અને પૂણેની ટીમ IPL 2017માં ફાઇનલમાં પહોંચી હતી.  પરંતુ તેને ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  IPL 2024: મારા વિશે શું, મારું તો આ છેલ્લું છે… રોહિત અને અભિષેક નાયરનો વીડિયો વાયરલ, શું મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની તૈયારી કરી રહ્યો છે રોહિત શર્મા?

લખનૌ સુપર જાયન્ટ્સ ની વાત કરીએ તો, કેએલ રાહુલની કપ્તાની હેઠળ રમી રહેલી આ ટીમ તેની પ્રથમ બંને સીઝન (2022-23)માં પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. આ વખતે પણ ટીમ પ્લેઓફની રેસમાં છે. એટલા માટે જ જ્યારે સંજીવ ગોયન્કા કેમેરામાં કેએલ રાહુલને ઠપકો આપતા જોવા મળ્યા, ત્યારે ક્રિકેટ ચાહકો દંગ રહી ગયા હતા.

સંજીવ સંજીવ ગોયન્કાના આ વર્તન બાદ સોશિયલ મીડિયા પર કેએલ રાહુલના સમર્થકનો પૂર આવ્યો હતો. લોકોએ કહેવાનું શરૂ કર્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી લઈને કોલકાતા નાઈટ રાઈડર્સ સુધી ઘણી એવી ટીમો છે જેનું પ્રદર્શન ઘણા વર્ષોથી ખરાબ રહ્યું હતું પરંતુ તેમના મેનેજમેન્ટ કે માલિકો ખેલાડીઓ સાથે આવો વ્યવહાર કરતા જોવા મળ્યા નથી. ઘણા યુઝર્સે એમ પણ લખ્યું કે કેએલ રાહુલને આગામી સીઝનમાં એલએસજી માટે ન રમવું જોઈએ.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More