IPL 2024 Points Table : IPL 2024: ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં ટોપ-4માંથી બહાર, લખનૌ સુપર જાયન્ટ્સ ટોપ પર; જાણો લેટેસ્ટ અપડેટ..

IPL 2024 Points Table : IPLની વર્તમાન સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સે બીજી વખત ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. ટીમે ચેન્નાઈને ચેપોકમાં 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે લખનૌ 10 પોઈન્ટ સાથે પ્લેઓફની રેસમાં ચેન્નાઈથી આગળ થઈ ગયું છે. જોકે, બંને ટીમો પાસે ટોપ-4માં સ્થાન મેળવવાની તક છે. હવે 4 ટીમ પોઈન્ટ ટેબલમાં ડબલ ડિજિટમાં પહોંચી ગઈ છે.

by kalpana Verat
IPL 2024 Points Table Chennai Super Kings out of top 4 while Lucknow Super Giants go 4th

News Continuous Bureau | Mumbai

IPL 2024 Points Table : ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ ( IPL 2024) ની 39મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં 210 રનનો પહાડ બનાવવા છતાં ચેન્નાઈ સુપર કિંગ્સ જીત નોંધાવી શકી નહોતી. માર્કસ સ્ટોઇનિસની ધમાકેદાર બેટિંગના જોરે લખનૌ સુપર જાયન્ટ્સે 3 બોલમાં 6 વિકેટો જાળવીને ટુર્નામેન્ટમાં પાંચમી જીત હાંસલ કરી હતી.મહત્વનું છે કે લખનૌ સુપર જાયન્ટ્સે આ સિઝનમાં બીજી વખત ચેન્નાઈ સુપર કિંગ્સને આંચકો આપ્યો હતો. અગાઉ લખનૌએ ચેન્નાઈને ઘર આંગણે મ્હાત આપી હતી અને મંગળવારે કે. એલ. રાહુલની આગેવાની હેઠળની આ ટીમ ચેપોકમાં ચેન્નાઈને હરાવવામાં સફળ રહી.

IPL 2024 Points Table : પોઈન્ટ ટેબલ ( IPL Point table )માં મોટો ફેરબદલ

જોકે હવે મેચના આ અણધાર્યા પરિણામને કારણે પોઈન્ટ ટેબલમાં મોટો ફેરબદલ થયો છે. રસપ્રદ વાત એ છે કે 74 માંથી 39મી મેચ બાદ એટલે કે અડધાથી વધુ મેચ બાદ પ્લેઓફમાં ટીમની ટિકિટ લગભગ નિશ્ચિત છે. ચાલો જોઈએ કોણ છે આ ટીમ અને કઈ ટીમ કઈ સ્થિતિમાં છે…

IPL 2024 Points Table :  કોલકાતા નાઈટ રાઈડર્સ 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને

IPL 2024 Points Table : વર્તમાન આઈપીએલના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સ આ ટુર્નામેન્ટની બેસ્ટ ટીમ સાબિત થઈ છે. રાજસ્થાનના રજવાડાઓએ આઠ મેચ રમી છે, જેમાંથી તેઓ સાત મેચ જીત્યા છે. શ્રેષ્ઠ પર્ફોમન્સ સાથે રાજસ્થાન રોયલ્સ 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશવાની અણી પર છે. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ સાત મેચમાં પાંચ જીત અને 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પણ આવું જ પ્રદર્શન બતાવી રહ્યું છે. કમિન્સના નેતૃત્વમાં હૈદરાબાદે બધાને ચોંકાવી દીધા છે અને પાંચ મેચ જીતીને ત્રીજા સ્થાને છે. 

આ સમાચાર પણ વાંચો :  Cyber Fraud: OTP છેતરપિંડી કરનારાઓનો હવે થશે ગેમ પ્લાન સમાપ્ત! મોદી સરકાર બનાવી રહી છે ખાસ યોજના..

IPL 2024 Points Table : લખનૌ સુપર જાયન્ટ્સ ટોપ 4 પર

IPL 2024 Points Table : થોડા દિવસો પહેલા સુધી લખનૌ સુપર જાયન્ટ્સની ક્વોલિફિકેશનને લઈને એક સવાલ હતો, તેણે સતત બે મેચ જીતીને તેનો જવાબ આપ્યો છે. એલએસજીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને સતત બે મેચમાં હરાવીને ટોપ 4માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આઠ મેચમાં પાંચ જીત અને 10 પોઈન્ટ સાથે લખનૌ ચોથા સ્થાને આવી ગયું છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. ચેન્નાઈનું પ્રદર્શન તેની 8 મેચમાં 50-50 રહ્યું છે. એટલે કે તેણે 4 મેચ જીતી છે અને તેમાંથી 4 હારી છે. આ હારને કારણે ચેન્નાઈની ટીમ એક સ્થાન નીચે સરકીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.

IPL 2024 Points Table :  RCBની સફર લગભગ પૂરી

ચેન્નાઈની જેમ ગુજરાતના પણ આઠ મેચમાં ચાર જીત સાથે 8 પોઈન્ટ છે. પરંતુ નબળા નેટ રન રેટના કારણે ગુજરાત ટાઇટન્સ છઠ્ઠા સ્થાને છે. આ પછી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ 8 મેચમાં ત્રણ જીત અને 6 પોઈન્ટ સાથે અનુક્રમે સાતમા અને આઠમા સ્થાને છે. જ્યારે પંજાબ કિંગ્સ આઠ મેચ બાદ બે જીત અને ચાર પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. RCB હજુ પણ તેની બીજી જીતની રાહ જોઈ રહ્યું છે, આઠ મેચમાં 7 હાર સાથે, IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર લગભગ પૂરી થઈ ગઈ છે.

હજુ સુધી કોઈ ટીમ સત્તાવાર રીતે સ્પર્ધામાંથી બહાર થઈ નથી. જો કે એવું લાગે છે કે રાજસ્થાન આ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ હશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More