News Continuous Bureau | Mumbai
IPL 2024: IPL 2024 ના પ્રારંભિક તબક્કાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આ સિઝનના બીજા ભાગનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એક રિપોર્ટ અનુસાર IPL 2024નો બીજો ભાગ UAEમાં રમાઈ શકે છે. દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ કારણોસર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ નિર્ણય લઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર થવાની છે.
મિડીયા રિપોર્ટ અનુસારે, IPL 2024નો બીજો ભાગ UAEમાં રમાઈ શકે છે. આ નિર્ણય ત્યારે જ લેવામાં આવશે. જ્યારે મેચ શેડ્યૂલ ( Match schedule ) અને ચૂંટણીની તારીખ લગભગ એકસાથે આવશે. જોકે, IPLના બીજા ભાગનું શેડ્યૂલ હજુ આવ્યું નથી. જ્યારે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આ પછી જ IPL અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે. જેમાં બીસીસીઆઈએ ( BCCI ) પ્રથમ 21 મેચનું શિડ્યુલ જાહેર કર્યું છે. તેથી બાકીની મેચો હવે દુબઈમાં શિફ્ટ થઈ શકે છે.
આ પહેલા પણ UAEમાં IPL મેચોનું આયોજન કરવામાં આવ્યું છે…
આ પહેલા પણ UAEમાં IPL મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં IPL 2020 ની મેચો દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના વાયરસને કારણે આ નિર્ણય લીધો હતો . જ્યારે 2014માં ચૂંટણીના ( Lok Sabha elections ) કારણે UAEમાં IPLની મેચો રમાઈ હતી. 2014ની સિઝનની પ્રથમ મેચ અબુ ધાબીમાં રમાઈ હતી. આ પછી શારજાહ અને દુબઈમાં મેચ રમાઈ હતી. 2014ની સીઝનની 20 મેચ યુએઈમાં યોજાઈ હતી. આ પછી તમામ મેચ ભારતમાં રમાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : US Probing Adani Group: ગૌતમ અદાણીની મુશ્કેલીમાં વધારો! ઉર્જા પ્રોજેક્ટમાં લાંચ મામલે અદાણી ગ્રુપની તપાસ શરુ થઈઃ અહેવાલ.. જાણો વિગતે..
નોંધનીય છે કે, IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. BCCIએ સિઝનની પ્રથમ 21 મેચો માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. ચેન્નાઈની આમાં 4 મેચ છે. ચેન્નાઈની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ સામે છે. આ મેચ 26 માર્ચે રમાશે.