News Continuous Bureau | Mumbai
IPL Auction : હજારો કરોડ નો વેપાર એવા આઈપીએલના ( IPL ) ઉદ્યોગમાં સીનેસ્ટારો અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને બખ્ખાં છે. બીજી તરફ વિદેશના ખેલાડીઓ ( Foreign players ) ઢગલો ભરીને પૈસા લઈ રહ્યા છે જ્યારે કે ભારતીય ખેલાડીઓ ( Indian players) ફીફા ખાંડી રહ્યા છે. ipl નું ઓક્શન હમણાં પૂરું થયું અને ઓપ્શન ના પરિણામો જોઈ ને અનેક ચોંકી ગયા છે. 10 કરોડ રૂપિયાથી વધુ કિંમત મેળવનાર માત્ર એક ભારતીય બોલર ( Indian bowler ) અને તે હર્ષલ પટેલ ( Harshal Patel ) છે. હર્ષલ પટેલને 11.50 કરોડ રૂપિયા મળ્યા. આ સિવાય એકે ભારતીય ખેલાડી 10 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શક્યો નથી.
ટોપ ફાય ખેલાડીઓમાં તો માત્ર એક જ ભારતીય છે. આઈપીએલ શરૂ થઈ ત્યારે એવું કહેવાયું હતું કે સ્થાનિક ભારતીય ખેલાડીઓને ઘણા પૈસા કમાવવા મળશે અને આ માધ્યમથી ક્રિકેટનું સ્તર ઊંચું વધશે. જ્યારે કે હવે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આઈપીએલમાં મોટા પૈસા લઈ રહ્યા છે અને સ્થાનિક ખેલાડીઓ વેચાયા વગરના વીલા મોઢે પાછા ફરી રહ્યા છે. ટોપ ટેન મોંઘા ખેલાડીઓમાં માત્ર ત્રણ ભારતીય ખેલાડીઓ છે. હર્ષલ પટેલ, કુમાર કુશાગ્ર, શાહરુખ ખાન અને સમીર રીઝવી નો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Telecom Bill: હવે જો વગર કારણે કોલ કર્યો છે ને… તો 50,000 નો દંડ થશે. સરકારનો નવો કાયદો.