News Continuous Bureau | Mumbai
RCB Vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે RCB સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આ સાથે જ RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPLમાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. જેમાં વિરાટ હવે IPLમાં એક જ સ્ટેડિયમમાં 3000 રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
આઈપીએલમાં ( IPL 2024 ) એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીના ( Virat Kohli ) રેકોર્ડ પર નજર કરીએ તો, પ્રથમ સિઝનથી લઈને અત્યાર સુધી, આરસીબી સાથે રહીને, તેણે આ મેદાન પર 86 ઇનિંગ્સમાં 22 અડધી સદી અને 4 સદી રમી હતી, જેમાં તેણે 3012 રન બનાવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં વિરાટના બેટથી 3000 રન બન્યા હતા. IPL ઈતિહાસમાં એક જ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી બાદ રોહિત શર્મા બીજા નંબર પર છે, જેણે વાનખેડે સ્ટેડિયમમાં 2295 રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા સ્થાને એબી ડી વિલિયર્સનું નામ છે જેણે આઈપીએલમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ( Chinnaswamy Stadium ) રમતા 1960 રન બનાવ્યા છે. જ્યારે ટી20 ક્રિકેટમાં ( T20 Cricket ) કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 3400થી વધુ રન બનાવ્યા છે.
Two lavish strokes to take your mind away from the rain delay 😉
Virat Kohli gets the Chinnaswamy crowd going 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/AGRH9nx83N
— IndianPremierLeague (@IPL) May 18, 2024
RCB Vs CSK: IPLમાં 700 ચોગ્ગા ફટકારનાર શિખર ધવન પછી વિરાટ કોહલી હવે બીજો ખેલાડી બની ગયો છે.
IPLમાં 700 ચોગ્ગા ફટકારનાર શિખર ધવન પછી વિરાટ કોહલી હવે બીજો ખેલાડી બની ગયો છે. શિખર ધવને તેની IPL કરિયરમાં અત્યાર સુધી કુલ 768 ચોગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ડેવિડ વોર્નર છે જેણે IPLમાં 663 ચોગ્ગા ફટકાર્યા છે.
આ સમાચાર પણ વાંચો: India Maldives Conflict: ભારત અને માલદીવ વચ્ચેની વિવાદથી હવે શ્રીલંકાને થઈ રહ્યો છે મોટો ફાયદો.. 6 મહિનામાં આવકમાં થયો વધારો.
આ સાથે વિરાટ કોહલીએ અનુભવી ક્રિકેટર ક્રિસ ગેલના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલી IPLમાં બે વખત 700 પ્લસ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ આ પહેલા 2016માં 973 રન બનાવ્યા હતા. જો આપણે ક્રિસ ગેલની વાત કરીએ તો તેણે પણ બે વખત આ કારનામું કર્યું છે. ગેલે 2012 અને 2013ની સિઝનમાં 700થી વધુ રન બનાવ્યા હતા.
વાત કરીએ RCB અને ચેન્નાઈ વચ્ચેની મેચની તો આમાં વિરાટ કોહલીના બેટમાંથી 98 મીટર લાંબી સિક્સ જોવા મળી હતી, જેમાં તેણે તુષાર દેશપાંડેની બોલિંગ પર આ શોટ માર્યો હતો. તેમજ RCB એ CSKને હરાવીને હવે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)