News Continuous Bureau | Mumbai
IPL 2025 JIO Offers : આઈપીએલ શનિવારથી એટલે કે આગામી 22 માર્ચથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં ક્રિકેટ રસિયાઓનું ધ્યાન હવે IPL પર છે. દરમિયાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો એ IPL શરૂ થાય તે પહેલા ક્રિકેટ ચાહકો માટે એક મોટી જાહેરાત કરી છે. જિયો તેના હાલના અને નવા ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. રિલાયન્સ જિયો એ જાહેરાત કરી છે કે તમે તેના OTT પ્લેટફોર્મ જીઓ હોટસ્ટાર પર તદ્દન મફતમાં IPL ક્રિકેટ મેચનો આનંદ માણી શકો છો.
IPL 2025 JIO Offers :જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન મફત
જિયો એ હાલના અને નવા ગ્રાહકો માટે એક ખાસ ઓફર લાવ્યુ છે. જિયો યુઝર્સ નવું સિમ કનેક્શન ખરીદ્યા પછી અને 299 રૂપિયામાં રિચાર્જ કર્યા પછી કંપનીના OTT પ્લેટફોર્મ જિયો Hotstar પર મફત IPL ક્રિકેટનો આનંદ માણી શકશે. જિયોના અનલિમિટેડ ક્રિકેટ ઓફર પ્લાન હેઠળ, યુઝર્સને ટીવી અને મોબાઇલ પર 90 દિવસ માટે મફત જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન મળશે. તમે 4K ગુણવત્તાવાળા સ્ટ્રીમિંગનો પણ આનંદ માણી શકશો. આ કારણે, Jio યુઝર્સ મોબાઇલ, લેપટોપ અને સ્માર્ટ ટીવી પર મફતમાં IPL જોઈ શકે છે. જિયોએ આ ઓફરનું નામ જિયો હોટસ્ટાર પેક રાખ્યું છે. આ પ્લાન IPL ની શરૂઆતથી 90 દિવસ માટે છે, એટલે કે 22 માર્ચ 2025. ઉપરાંત, યુઝર્સને 2GB દિવસના પ્લાન પર અનલિમિટેડ 5G ડેટા મળશે.
IPL 2025 JIO Offers : ઘરના મનોરંજન માટે 800+ ટીવી ચેનલો
એટલું જ નહીં રિલાયન્સ Jio બ્રોડબેન્ડ પર નવા ગ્રાહકો માટે ઑફર્સ પણ લાવી છે. કંપની જિયો Fiber અથવા જિયો Air Fiber ના મફત કનેક્શન આપી રહી છે. જિયોનું અલ્ટ્રા-ફાસ્ટ ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શન 50 દિવસ માટે મફત રહેશે. આ 4K માં ક્રિકેટ જોવાનો અનુભવ પ્રદાન કરશે. તમને ઘરના મનોરંજનનો પણ લાભ મળશે. આ કનેક્શનમાં 800+ ટીવી ચેનલો, 11+ OTT એપ્સ અને અનલિમિટેડ WIFI પણ શામેલ હશે.
આ સમાચાર પણ વાંચો: Jio Cricket plans : જિયોએ લોન્ચ કર્યા ક્રિકેટ સિઝન ડેટા પેક, તમારા ઘરનું ટીવી હોય કે તમારો મોબાઈલ, માણો આ સિઝનની દરેક મેચને 4Kમાં, તદ્દન મફત..
IPL 2025 JIO Offers : આ ઓફરનો લાભ લેવા માટે શું કરવું પડશે..
આ Jio ઑફર 17 માર્ચથી 31 માર્ચ, 2025 વચ્ચે રિચાર્જ કરનારાઓ માટે છે. આ ઓફરનો લાભ લેવા માટે, Jio વપરાશકર્તાઓએ 299 રૂપિયા કે તેથી વધુનું રિચાર્જ કરાવવું પડશે. જે લોકોએ 17 માર્ચ પહેલા રિચાર્જ કરાવ્યું છે તેઓ 100 રૂપિયાનો એડ-ઓન પેક ખરીદીને Jio Hotstar ના પ્લાનનો લાભ લઈ શકશે.