News Continuous Bureau | Mumbai
IPL 2025: IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતએ કહ્યું કે મયંક યાદવ અને મોહસીન ખાન જેવી મુખ્ય બોલિંગ જોડીઓ ઈજાને કારણે ઉપલબ્ધ ન હતી, જેના કારણે ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું. જોકે, પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફએ પંતના આ નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે.
IPL 2025: ઈન્જરી પ્રોન ખેલાડીઓ માટે ₹21 કરોડ સુધી ખર્ચવું યોગ્ય નથી
મોહમ્મદ કૈફ એ કહ્યું કે, “મને એવા ખેલાડીઓ માટે પૈસા આપવા ગમશે જે આખો સીઝન રમે. LSGએ જે બોલરોને રિટેઈન કર્યા છે તેઓ સતત ઈજાગ્રસ્ત રહે છે. આવા ખેલાડીઓને ઓક્શનમાં લો, પણ રિટેઈન ન કરો.” Mayank Yadav અને Mohsin Khan બંને મોટાભાગના મેચમાં રમ્યા જ નહીં.
IPL 2025: એક્સક્યુઝ નહીં ચાલે: પંતે કહ્યું – ઈજાઓને લીધે ગેપ્સ ભરવા મુશ્કેલ બન્યું
રિષભ પંતે SRH સામેના છેલ્લાં મેચ પછી કહ્યું કે, “આ સીઝન અમારી માટે શ્રેષ્ઠ બની શકે તેમ હતી, પણ ઈજાઓ અને ગેપ્સને કારણે અમે અમારી પોઝિશન મજબૂત કરી શક્યા નહીં.” તેમણે ઉમેર્યું કે ટીમે આ મુદ્દાઓની ચર્ચા ન કરવાનો નિર્ણય લીધો હતો, પણ અંતે એ ખાલી જગ્યા ભરવી મુશ્કેલ બની ગઈ.
આ સમાચાર પણ વાંચો : Chhagan Bhujbal : છગન ભુજબળ (Chhagan Bhujbal) ફરી મહારાષ્ટ્ર કેબિનેટમાં, ઓબીસી (OBC) રાજકારણ પાછળનું મોટું કારણ
IPL 2025: ઓક્શન પ્લાનિંગ પર પણ ઉઠ્યા પ્રશ્નો, આકાશદીપ પણ ઉપલબ્ધ ન રહ્યો
LSGએ ઓક્શનમાં ખરીદેલા બોલર આકાશદીપ પણ આખો સીઝન ઉપલબ્ધ ન રહ્યો. કૈફના મતે, ટીમ મેનેજમેન્ટે પ્લેયર્સની ફિટનેસ અને ઉપલબ્ધતા પર વધુ ધ્યાન આપવું જોઈએ. Nicholos Pooran, Ravi Bishnoi જેવા ખેલાડીઓ પર મોટો ખર્ચ થયો, પણ બોલિંગ યુનિટ નબળી રહી.