IPL 2026 Controversy:મુંબઈ ઈન્ડિયન્સ ફરી વિવાદમાં! MI vs KKR મેચમાં ‘ટોસ’ પર ઉઠ્યા ગંભીર સવાલો, વીડિયો વાયરલ થતા ફેન્સે લગાવ્યા ફિક્સિંગના આરોપ.

IPL 2026 Controversy:વાનખેડે સ્ટેડિયમમાં ટોસ દરમિયાન કેમેરો ફેરવી દેવાતા સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા; હાર્દિક પંડ્યાની કેપ્ટનસીમાં મુંબઈની જીત વચ્ચે ‘ટોસ ફિક્સિંગ’ના આક્ષેપો.

by Janvi Soni
IPL 2026 Controversy: MI vs KKR Toss Sparks ‘Fixing’ Allegations on Social Media; Ajinkya Rahane Surprised by Wankhede Pitch Conditions.

News Continuous Bureau | Mumbai
IPL 2026 Controversy: IPL 2026 ની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને સિઝનની શાનદાર શરૂઆત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે IPL ના ઈતિહાસમાં પોતાના સૌથી મોટા સ્કોરનો પીછો કરીને આ જીત નોંધાવી છે. જોકે, આ ઐતિહાસિક જીત છતાં સોશિયલ મીડિયા પર એક અજીબ ઘટનાને કારણે વિવાદ ફાટી નીકળ્યો છે. આ વિવાદના તાર મેચના ટોસ (Toss) સાથે જોડાયેલા છે.

શું છે સમગ્ર ‘ટોસ વિવાદ’?

મેચ શરૂ થાય તે પહેલા જ્યારે ટોસ ઉછાળવામાં આવ્યો, ત્યારે હાર્દિક પંડ્યાએ સિક્કો ઉછાળ્યો અને KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ ‘ટેલ’ કહ્યું. પરંતુ, જેવો સિક્કો જમીન પર પડ્યો કે તરત જ કેમેરાનું ફોકસ સિક્કા પરથી હટાવી લેવામાં આવ્યું. ટીવી સ્ક્રીન પર સિક્કાનું પરિણામ (હેડ કે ટેલ) બતાવ્યા વગર જ સીધું જાહેર કરી દેવામાં આવ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો છે.ક્રિકેટ પ્રેમીઓ પૂછી રહ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં જ આવું કેમ થાય છે? સોશિયલ મીડિયા પર ‘ટોસ ફિક્સિંગ’ અને જાણી જોઈને કેમેરો ફેરવી દેવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

રહાણે કેમ થયો હેરાન?

ટોસના પરિણામ ઉપરાંત KKR ના કેપ્ટન અજિંક્ય રહાણે વાનખેડેની પિચ જોઈને પણ હેરાન રહી ગયો હતો. તેણે કહ્યું કે, “મેં મારા કરિયરમાં વાનખેડેની પિચ પર ક્યારેય આટલું બધું ઘાસ જોયું નથી. પ્રેક્ટિસ દરમિયાન જે પિચો પર અમે રમ્યા હતા, તે આનાથી તદ્દન અલગ હતી.” પિચ પરના આ ઘાસને કારણે ફાસ્ટ બોલરોને મદદ મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Trump Iran Oil Seizure Threat:ટ્રમ્પના નિવેદનથી ઈરાન સ્તબ્ધ! ખર્ગ દ્વીપ પર કબજાની તૈયારી? જાણો શું છે લેટેસ્ટ અપડેટ.

જીઓ-સ્ટાર મર્જર અને ‘કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ’

કેટલાક યુઝર્સ આ વિવાદને જીઓ-સ્ટાર (Jio-Star) મર્જર સાથે પણ જોડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે કંપની પાસે IPL ના બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ છે, તે જ કંપની મુંબઈ ઈન્ડિયન્સ ટીમની માલિક પણ છે, જેના કારણે ટ્રાન્સપરન્સી પર સવાલ ઉઠી રહ્યા છે. વિવાદો વચ્ચે પણ રમત રમાઈ અને હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભલે KKR એ મોટો સ્કોર બનાવ્યો, પરંતુ મુંબઈના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી હતી. જોકે, આ જીત કરતા અત્યારે ટોસની પારદર્શિતા અંગેની ચર્ચા વધુ જોર પકડી રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More