News Continuous Bureau | Mumbai
IPL 2026 Points Table| આઈપીએલ ૨૦૨૬માં અત્યારે ગજબનો રોમાંચ જોવા મળી રહ્યો છે. જે ટીમ થોડા દિવસો પહેલા પ્લેઓફની રેસમાંથી બહાર જણાતી હતી, તેણે એવો કમબેક કર્યો છે કે તમામ ટીમોને પછાડીને નંબર વનનું સિંહાસન કબજે કરી લીધું છે. ગુજરાત ટાઇટન્સે મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જેના કારણે ટોપ૪માં ભારે હલચલ મચી ગઈ છે.
ગુજરાત ટાઇટન્સના ૧૬ પોઈન્ટ્સ, પ્લેઓફમાં એન્ટ્રી નક્કી!
ગુજરાત ટાઇટન્સે મંગળવારે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત હવે ૧૬ અંક સાથે પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબરે પહોંચી ગઈ છે. ટીમે અત્યાર સુધી ૮ મેચ જીતી છે અને છેલ્લા ૫ મેચમાં સતત જીત મેળવીને વિજેતા બનવાની દાવેદારી મજબૂત કરી છે. હવે કોઈ મોટી ઉલટફેર જ ગુજરાતને પ્લેઓફની રેસમાંથી બહાર કરી શકે છે.
RCB અને હૈદરાબાદને થયું નુકસાન
ગુજરાત ટાઇટન્સ ટોચ પર પહોંચતા RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. બંને ટીમો પાસે ૧૪-૧૪ પોઈન્ટ્સ છે, પરંતુ નેટ રન રેટના આધારે RCB બીજા અને હૈદરાબાદ ત્રીજા ક્રમે છે. પંજાબ કિંગ્સ ૧૩ પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે, પરંતુ સતત ૪ મેચ હારવાને કારણે તેના પર પ્લેઓફમાંથી બહાર થવાનું સંકટ મંડરાઈ રહ્યું છે.
મુંબઈ-LSG બહાર, આજે RCB પાસે ફરી મોકો
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ૧૨-૧૨ પોઈન્ટ્સ સાથે હજુ પણ રેસમાં છે. બીજી તરફ, મુંબઈ ઇન્ડિયન્સ અને LSG સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આજે RCB અને KKR વચ્ચે મુકાબલો રમાશે. જો આજે RCB જીતશે તો તેમની પાસે ફરીથી પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન પર પહોંચવાની તક રહેશે, જ્યારે KKR માટે આ કરો યા મરો જેવી સ્થિતિ છે.
👉 આ સમાચાર વાચો:
NEET Paper Leak Case। નાસિકથી શુભમની ધરપકડ! પેપર વેચીને લાખોની કમાણી કરનાર એજન્ટ CBIની પકડમાં; જાણો આખું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું?