Site icon

Kapil Dev On BCCI Central Contract: કપિલ દેવે BCCIના નિર્ણયના વખાણ કરતા, કહ્યું- કેટલાકને તકલીફ પડશે, થવા દો, દેશથી મોટું કોઈ નથી..

Kapil Dev On BCCI Central Contract: આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની મોટી વાત એ છે કે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન તેમાં સામેલ નથી. બંને ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા બદલ સજા કરવામાં આવી છે. ઈરફાન પઠાણ અને કીર્તિ આઝાદ જેવા દિગ્ગજ ખેલાડીઓએ બીસીસીઆઈના આ નિર્ણય સાથે સહમત ન હતા અને તેઓએ શ્રેયસ-ઈશાનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. જોકે, હવે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ હવે બીસીસીઆઈના સમર્થનમાં આવ્યા છે.

Kapil Dev praised BCCI's decision, said- Some will suffer, let it happen, there is no one bigger than the country.

Kapil Dev praised BCCI's decision, said- Some will suffer, let it happen, there is no one bigger than the country.

News Continuous Bureau | Mumbai 

Kapil Dev On BCCI Central Contract: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( BCCI ) એ તાજેતરમાં ભારતીય ખેલાડીઓની ( Indian players ) સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરી હતી. આ વખતે કુલ 30 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જેમાં A+ ગ્રેડમાં ચાર, ગ્રેડ Aમાં છ, ગ્રેડ Bમાં પાંચ અને ગ્રેડ Cમાં મહત્તમ 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેલાડી સાથેનો આ કરાર સપ્ટેમ્બર 2023થી ઓક્ટોબર 2024 સુધીનો છે. 

Join Our WhatsApp Community

આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની ( Central Contracts ) મોટી વાત એ છે કે શ્રેયસ અય્યર ( Shreyas Iyer ) અને ઈશાન કિશન ( Ishan Kishan ) તેમાં સામેલ કરવામાં આવ્યા નથી. બંને ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા બદલ આ કોન્ટ્રાક્ટમાંથી હટાવામાં આવ્યા હતા. તો આ અંગે ઈરફાન પઠાણ અને કીર્તિ આઝાદ જેવા દિગ્ગજ ખેલાડીઓએ બીસીસીઆઈના આ નિર્ણય સાથે સહમત ન હતા અને તેઓએ શ્રેયસ-ઈશાનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું.

જોકે, હવે પૂર્વ ભારતીય ( Team India ) કેપ્ટન કપિલ દેવ હવે બીસીસીઆઈના સમર્થનમાં આવ્યા છે. કપિલ દેવ માને છે કે રણજી ટ્રોફી ( Ranji Trophy )  જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. કપિલ દેવનું માનવું છે કે જો આનાથી કેટલાક ખેલાડીઓ મુશ્કેલી થશે. તો થવા દો, કારણ કે દેશથી મોટું કોઈ નથી.

 ખેલાડીઓએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવું જોઈએ, તે દેશ માટે સારું છેઃ કપિલ દેવ…

કપિલ દેવે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ખુશ છું કે, ક્રિકેટ બોર્ડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટે એક પગલું આગળ વધાર્યું છે. ખેલાડીઓએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવું જોઈએ, તે દેશ માટે સારું છે. દેશ માટે જે કંઈ સારું થઈ રહ્યું છે, હું તેનાથી ખુશ છું. હા, આનાથી કેટલાક ખેલાડીઓને નુકસાન થશે. તો તે થવું જોઈએ, કારણ કે દેશથી મોટું કોઈ નથી.

આ સમાચાર પણ વાંચો : Mohammad Ghaus Niazi : RSS નેતા રુદ્રેશની હત્યાના આરોપી આતંકવાદી ગૌસ નિયાઝીની દક્ષિણ આફ્રિકાથી ધરપકડ, હવે મુંબઈ લાવવામાં આવશે.

કપિલ દેવે વધુમાં કહ્યું હતું કે, ડોમેસ્ટિક ક્રિકેટનું મહત્વ જાળવી રાખવા માટે BCCIએ આ નિર્ણય લેવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતને પોતાની કેપ્ટનશિપમાં 1983નો વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવે, એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘હું બીસીસીઆઈને ઘરેલુ ક્રિકેટની સ્થિતિ બચાવવા માટે જરૂરી પગલાં લેવા બદલ અભિનંદન આપું છું. આજે મને એ જોઈને દુઃખ થાય છે કે, કોઈ ખેલાડી એક વખત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની જાતને સ્થાપિત કરી લે છે, પછી તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવાનું બંધ કરી દે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરાયેલા નવા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંગે કપિલ દેવે કહ્યું કે આ નિર્ણયથી ચોક્કસ કેટલાક ખેલાડીઓ મુશ્કેલી થશે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટને જીવંત રાખવા માટે બોર્ડ દ્વારા લેવાયેલું આ પગલું ખૂબ જ પ્રશંસનીય છે. હું આ નિર્ણય માટે BCCIને અભિનંદન આપવા માંગુ છું. આજના ખેલાડીઓ, એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાને સ્થાપિત કરી લીધા પછી, સ્થાનિક ક્રિકેટમાં ભાગ્યે જ રમતા જોવા મળે છે. બોર્ડે ઘણા સમય પહેલા જ તમામ ખેલાડીઓને આ સંદેશ આપી દેવો જોઈતો હતો

વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે મારું હંમેશાથી માનવું છે કે જે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની રમતથી બધાને પ્રભાવિત કરે છે. તેઓને જ્યારે પણ સમય મળે ત્યારે સ્થાનિક ક્રિકેટમાં પોતાના રાજ્ય માટે રમવું જોઈએ.કારણ કે આનાથી સ્થાનિક ક્રિકેટને અને સ્થાનીક ખેલાડીઓને ઘણો સપોર્ટ મળે છે. વાર્ષિક ખેલાડીઓની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ બહાર પાડવાની સાથે BCCIએ ભૂતપૂર્વ ખેલાડીઓના પેન્શનમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે. કપિલ દેવે પણ આ નિર્ણય બદલ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે મને ખુશી છે કે BCCIએ ખેલાડીઓની પેન્શનની રકમમાં વધારો કર્યો છે જે તે લોકો માટે ફાયદાકારક રહેશે જેમના પરિવાર પેન્શન પર નિર્ભર છે.

આ સમાચાર પણ વાંચો : IT Raid in Kanpur: કાનપુરમાં તંબાકુુ વેપારીના ઘરે ITના દરોડો.. 60 કરોડથી વધુની કાર, ચારેબાજુ નોટોના બંડલ, 15 કલાકથી દરોડા ચાલુ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India vs Pakistan: ભારત સામે પાકિસ્તાનનું નાક કપાયું! ટીમની શરમજનક હાલત જોઈ PCB ચીફ મોહસિન નકવી મેચ અધવચ્ચે જ છોડીને ભાગ્યા, વીડિયો થયો વાયરલ.
India vs Pakistan: કોલંબોમાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત! પાકિસ્તાન સામેની મેચ પહેલા અર્શદીપ સિંહે કર્યો જબરદસ્ત ડાન્સ; જુઓ વાયરલ વીડિયો.
India vs Pakistan: ભારત-પાક મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! અભિષેક શર્માની તબિયત લથડી, વજનમાં થયો ઘટાડો; શું પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે?.
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર: ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયાની શરમજનક હાર, ૨૩ રને હરાવી રચ્યો ઇતિહાસ!
Exit mobile version