LLC 2023: મને અભદ્ર ગાળો આપી અને મને નીચાજોણું કરાવવા માગે છે.. ગૌતમ ગંભીરની હવે આ ભારતીય ખેલાડી સાથે થઈ બબાલ.. જુઓ વિડીયો..

LLC 2023: લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી જોવા મળી હતી…

by Bipin Mewada
LLC 2023 Called me rude and wanted to make me look down.. Gautam Gambhir now has a fight with this Indian player

News Continuous Bureau | Mumbai

LLC 2023: લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ( LLC 2023 ) માં ગુજરાત જાયન્ટ્સ ( Gujarat Giants ) અને ઇન્ડિયા કેપિટલ્સ ( Indian Capitals ) વચ્ચે ગઈકાલે રમાયેલી મેચ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત ( S Sreesanth ) અને ગૌતમ ગંભીર ( Gautam Gambhir ) વચ્ચે બોલાચાલી જોવા મળી હતી. ગંભીર અને શ્રીસંત વચ્ચે વિવાદ વધતો જોઈ સાથી ખેલાડીઓ અને અમ્પાયરોએ દરમિયાનગીરી કરીને ખેલાડીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મેચ પછી ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ( Viral Video ) શેર કરતી વખતે શ્રીસંતે ગૌતમ ગંભીર પર મેચ દરમિયાન કંઈક ખૂબ ખરાબ કહેવાનો આરોપ લગાવ્યો હતો.

શ્રીસંતે વીડિયો શેર કરતા કહ્યું, ‘મિસ્ટર ફાઈટર સાથે શું થયું તે અંગે હું બધું ક્લીયર કરવા માંગુ છું. એક એવો વ્યક્તિ છે જે કોઈ કારણ વગર પોતાના સાથી ખેલાડીઓ સાથે લડે છે. તે પોતાના સિનિયર ખેલાડી વીરુભાઈને પણ માન આપતો નથી અને આજે આવું જ થયું છે. કોઈપણ કારણ વગર તે મને કંઈક કહી રહ્યો હતો જે ખૂબ જ ખરાબ હતું, જે મિસ્ટર ગૌતમ ગંભીરને ન કહેવું જોઈતું હતું.’

અહીં મારી કોઈ ભૂલ નથી. હું સત્ય કહું છું: શ્રીસંત

શ્રીસંતે આગળ કહ્યું, ‘અહીં મારી કોઈ ભૂલ નથી. હું સત્ય કહું છું. વહેલા કે પછી મોડા તમે બધા જાણી જશો કે મિસ્ટર ગૌતીએ શું કર્યું છે. તેણે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે ક્રિકેટના મેદાનમાં સ્વીકાર્ય નથી. મારો પરિવાર, મારું રાજ્ય અને બધાએ ઘણું સહન કર્યું છે. હું બધાના સમર્થન સાથે આ લડાઈ લડ્યો છું અને હવે લોકો મને બિનજરૂરી રીતે અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે. તેણે જે કહ્યું તે ન કહેવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : BBC Chairman: સુનક સરકારનો મોટો નિર્ણય; ભારતીય મૂળના આ વ્યક્તિની BBCના ચેરમેન પદે વરણી… જાણો વિગતે..

શ્રીસંતે કહ્યું, ‘જો તમે તમારા સાથી ખેલાડીઓનું સન્માન ન કરી શકો તો લોકોનું પ્રતિનિધિત્વ કરવાનો શું અર્થ છે. શો દરમિયાન જ્યારે તેને વિરાટ વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે તેના વિશે બોલતો નથી. તે અન્ય વસ્તુઓ વિશે વાત કરે છે. હું વધારે ઊંડાણમાં જવા માંગતો નથી. માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મને અને મારા પરિવારને દુઃખ થયું છે અને તેણે જે રીતે કહ્યું… હું એક પણ શબ્દ નથી બોલ્યો, દુર્વ્યવહાર પણ નથી કર્યો.’

શ્રીસંત અને ગંભીર વચ્ચે બોલાચાલી બાદ હવે શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ ( Instagram Live ) પર લાઈવ આવીને ફેન્સને જણાવ્યું હતું કે ગંભીર મેચ દરમિયાન તેને વારંવાર ફિક્સર-ફિક્સર કહી રહ્યો હતો. આ સાથે જ તે અશ્લીલ ગાળો પણ આપી રહ્યો હતો જ્યારે તેની તરફથી એક પણ શબ્દ બોલાયો ન હતો.

ગઈકાલે રમાયેલી મેચની બીજી ઓવરમાં જ ગંભીર અને શ્રીસંત વચ્ચે બોલાચાલી થઈ હતી. ગંભીરે શ્રીસંતના પહેલા બોલ પર છગ્ગો અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી ગંભીર આગામી બે બોલમાં એક પણ રન બનાવી શક્યો ન હતો. ચોથા બોલ પછી શ્રીસંત અને ગંભીર વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. મેચની વાત કરીએ તો ગંભીરની ઈન્ડિયા કેપિટલ્સે 12 રને મેચ જીતી હતી અને શ્રીસંતની ગુજરાત જાયન્ટ્સ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More