News Continuous Bureau | Mumbai
M S Dhoni: BCCIએ ટીમ ઈન્ડિયા ( Team India ) ના દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ( M S Dhoni ) ની જર્સી ( Jersey ) ને રિટાયર ( retire ) કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈ ( BCCI ) એ આ નિર્ણય ધોનીના ઈન્ટરનેશનલ રિટાયરમેન્ટ ( International Retirement ) બાદ લીધો છે. ધોનીનો આઇકોનિક નંબર 7 જે હવે કોઈ અન્ય ભારતીય ખેલાડી ( Indian player ) માટે ઉપલબ્ધ રહેશે નહીં.
આ નિવૃત્તિ પછી, ધોની ભારતીય ક્રિકેટનો બીજો એવો ખેલાડી બન્યો કે જેની આઈકોનિક નંબર 7 નિવૃત્ત થઈ ગઈ છે. આ પ્રકારનું સન્માન મેળવનાર ભારતીય ક્રિકેટરોમાં સચિન તેંડુલકર ( Sachin Tendulkar ) પ્રથમ હતો. જેની જર્સી નંબર 10 જે 2017માં રિટાયર થઈ ગઈ હતી.
Great honour for the real king #Dhoni, After Sachin Tendulkar, MS Dhoni’s No.7 jersey has been retired by the BCCI 👕🚫
No one can reach such a great personality love from Pakistan #DHONI #IndianCricket #IndianCricketTeam #AUSvsPAK pic.twitter.com/GZkMaobiee— SAIF ULLAH (@saifullah_177) December 16, 2023
મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો…
7 નંબરની જર્સી સાથે ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં T-20 વર્લ્ડ કપ, પછી 2011માં ODI કપ અને 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 15 ઓગસ્ટ, 2020 ના રોજ, મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. ધોનીએ 2014માં જ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
Jersey No. 7 Officially retired by BCCI
Message is clear
” Thala for a reason “#MSDhoni #ThalaForAReason #Thala #BCCI pic.twitter.com/AUkslQ9MbM— GyanGainer (@techind34820937) December 16, 2023
આ સમાચાર પણ વાંચો : Suhana khan: જનરલ નોલેજ માં ઝીરો નીકળી સુહાના ખાન, કેબીસી 15 માં પિતા શાહરુખ ખાન સાથે જોડાયેલ આ પ્રશ્ન નો ના આપી શકી સાચો જવાબ
ICC તમામ ખેલાડીઓને નિયમ મુજબ 1 થી 100 વચ્ચે કોઈપણ નંબર પસંદ કરવાની મંજૂરી આપે છે. પરંતુ ભારતમાં આવા વિકલ્પો ઉપલબ્ધ નથી. અહીં ખેલાડીઓને મર્યાદિત વિકલ્પો મળે છે. ટીમ ઈન્ડિયાના દાવેદારોને 1 થી 60 સુધીના નંબર આપવામાં આવ્યા છે. ખેલાડીઓ તેમની પસંદગી મુજબ નંબર પસંદ કરી શકે છે. જો કોઈ ખેલાડીએ એક નંબર પસંદ કર્યો હોય તો અન્ય ખેલાડી તે જ નંબર પસંદ કરી શકશે નહીં.
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે જો કોઈ ખેલાડી ટીમની બહાર રહે છે તો તેનો નંબર એક વર્ષ સુધી અન્ય કોઈ ખેલાડીને આપવામાં આવતો નથી. આનો અર્થ એ થયો કે તાજેતરમાં જ ડેબ્યૂ કરનાર ખેલાડી પાસે પસંદગી માટે માત્ર 30 નંબરો છે.