MS Dhoni : થલા ફોર અ રિઝન! હવે મેદાનમાં બીજું કોઈ નહીં પહેરી શકે 7 નંબરની આઇકોનિક જર્સી, જાણો શું છે કારણ

MS Dhoni : BCCIએ ધોનીની વિશ્વ પ્રસિદ્ધ 7 નંબરની જર્સીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર #ThalaforaReason હેશટેગ નંબર 7 સાથે ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ પછી, BCCIનો આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે.

by kalpana Verat
MS Dhoni BCCI pays tribute to MS Dhoni for his contribution to Indian cricket, retires iconic `Number 7` jersey

 News Continuous Bureau | Mumbai

MS Dhoni : એમએસ ધોની ( MS Dhoni ) ની 7 નંબરની જર્સી હવે કોઈ અન્ય ભારતીય ક્રિકેટર ( Indian Cricketer ) ની પીઠ પર જોવા મળશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સચિન તેંડુલકર ( Sachine Tendulkar ) બાદ ધોનીનો જર્સી નંબર ( Jersey 7 ) રિટાયર ( Retire ) કર્યો છે. તેંડુલકરની નિવૃત્તિના થોડા સમય પછી, તેની જર્સી નંબર 10 નિવૃત્ત થઈ ગઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ ( World Cup ) અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી ( Campions Trophy ) નો ખિતાબ જીત્યો હતો. ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેના નેતૃત્વમાં ટીમે ત્રણ ICC ટ્રોફી જીતી છે. બીસીસીઆઈએ ધોનીને સન્માન આપવા માટે આ નિર્ણય લીધો છે. BCCIએ ભારતીય ક્રિકેટરોને જાણ કરી છે કે તેઓ 7 નંબરની જર્સી નંબર નહીં લઈ શકે.

ક્રિકેટરો જર્સી નંબર 7નો ઉપયોગ કરી શકશે નહીં 

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ  મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ‘ભારતના યુવા ક્રિકેટરો અને વર્તમાન ક્રિકેટરોને જાણ કરવામાં આવી છે કે તેઓ એમએસ ધોનીની જર્સી નંબર 7નો ઉપયોગ કરી શકશે નહીં. નવા ખેલાડીઓ નંબર 7 અને નંબર 10 જર્સી નંબર મળશે નહી. 

ભારતીય ક્રિકેટરો માટે મર્યાદિત વિકલ્પ

ઉલ્લેખનીય છે કે તેંડુલકરનો જર્સી નંબર પહેલાથી જ રિટાયર થઈ ગયો છે. BCCIનો આ નિર્ણય માત્ર ભારતીય ક્રિકેટરો પૂરતો મર્યાદિત રહેશે. ICCના નિયમો અનુસાર, ખેલાડીઓ 1 થી 100 ની વચ્ચે કોઈપણ જર્સી નંબર પસંદ કરી શકે છે. પરંતુ આ વિકલ્પો ભારતીય ક્રિકેટરો માટે મર્યાદિત બની ગયા છે. BCCI અધિકારીએ કહ્યું, ‘હાલના ક્રિકેટરોમાં 60 જર્સી નંબર આપવામાં આવ્યા છે. તો આવી સ્થિતિમાં જો કોઈ ખેલાડી એક વર્ષ પણ ક્રિકેટથી દૂર રહે છે તો અમે તેનો જર્સી નંબર કોઈને આપતા નથી. આવી સ્થિતિમાં, જે ખેલાડી ડેબ્યૂ કરશે તેને 30ની આસપાસ તેનો જર્સી નંબર પસંદ કરવાનો અધિકાર હશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Coastal Road: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, 82 ટકા કામ પૂર્ણ, આ તારીખથી શરુ થશે પ્રથમ તબક્કો. જુઓ એરિલય વ્યુ..

તાજેતરમાં જ જ્યારે યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું ત્યારે તેને 19 નંબરની જર્સી જોઈતી હતી. જર્સી નંબર 19 દિનેશ કાર્તિક છે. જયસ્વાલ આ જર્સી નંબર સાથે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા હતા. પરંતુ BCCI ના ઇનકાર બાદ તેણે 64 નંબરની જર્સી લીધી.

IPS અધિકારીને સજા મળી

એક તરફ BCCIએ ધોનીના સન્માનમાં 7 નંબરની જર્સીને રિટાયર કરી છે, તો બીજી તરફ ધોની દ્વારા દાખલ કરાયેલી કોર્ટની અવમાનનાની અરજીમાં મદ્રાસ હાઈકોર્ટે IPS અધિકારીને 15 દિવસની જેલની સજા ફટકારી છે. IPS અધિકારીએ દાવો કર્યો હતો કે ધોની 2013માં સટ્ટાબાજી અને ફિક્સિંગમાં સામેલ હતો. જસ્ટિસ એસએસ સુંદર અને સુંદર મોહનની બેન્ચે કુમારને અપીલ દાખલ કરવાની મંજૂરી આપવા માટે 30 દિવસ માટે સજાને સસ્પેન્ડ કરી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More