News Continuous Bureau | Mumbai
PBKS vs RCB: IPL 2024ની 58મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું હતું. આ હાર સાથે પંજાબની ટીમ IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી. પંજાબની ટીમ પાસે 12 મેચ પછી આઠ પોઈન્ટ રહ્યા હતા. તેથી પંજાબ ટીમ મહત્તમ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતું નથી. પ્લેઓફની ( IPL playoffs ) રેસમાંથી બહાર થનારી પંજાબ મુંબઈ પછી બીજી ટીમ રહી છે.
પંજાબ ( Punjab Kings ) સામેની મેચમાં જીત સાથે RCBએ હજી પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જેમાં 12 મેચ બાદ RCB ના 10 પોઈન્ટ છે. તેથી RCB ( Royal Challengers Bangalore ) એ હજુ પણ અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. બેંગલુરુની આગામી બંને મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં છે. 12 મેના રોજ ટીમ દિલ્હી કેપિટલ્સ અને 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.
આ સમાચાર પણ વાંચો: Western Railway Special Block : પશ્ચિમ રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર! આ બ્રિજના તોડકામ માટે શનિવારે મધ્યરાત્રિના રહેશે વિશેષ બ્લોક, કેટલીક લોકલ ટ્રેન થશે રદ્દ.
PBKS vs RCB: પંજાબની ટીમ 17 ઓવરમાં 181 રનમાં સમેટાઈ ગઈ હતી…
પંજાબ – બેંગ્લોર મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરુની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ ( Virat Kohli ) 47 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 92 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રજત પાટીદારે 23 બોલમાં 55 રન અને કેમરન ગ્રીને 27 બોલમાં 46 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 17 ઓવરમાં 181 રનમાં સમેટાઈ ગઈ હતી. આમાં રિલે રૂસોએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. આ સિવાય શશાંક સિંહ 37 રન અને સેમ કુરન 22 રન બનાવી શક્યો હતો. સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે સ્વપ્નિલ સિંહ, લોકી ફર્ગ્યુસન અને કર્ણ શર્માને બે-બે વિકેટ મળી હતી.