Site icon

Ravindra Jadeja BJP: શું ક્રિકેટ બાદ રાજકારણમાં એન્ટ્રી કરશે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા? આ પાર્ટીનો બન્યો સભ્ય; જુઓ ફોટો

Ravindra Jadeja BJP: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સ્ટાર ક્રિકેટરની પત્ની રીવાબા જાડેજા પહેલાથી જ ગુજરાતના જામનગરથી ભાજપના ધારાસભ્ય છે.

Ravindra Jadeja BJP ravindra jadeja joined bjp bhartiya janata party mla wife rivaba jadeja shared photo

Ravindra Jadeja BJP ravindra jadeja joined bjp bhartiya janata party mla wife rivaba jadeja shared photo

News Continuous Bureau | Mumbai   

Ravindra Jadeja BJP: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા છે.  ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું છે. તાજેતરમાં, તેણે ICC T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. 

Join Our WhatsApp Community

 

Ravindra Jadeja BJP: રવિન્દ્ર જાડેજા એ ભાજપનું સભ્યપદ લીધું 

મહત્વનું છે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જામનગરના ધારાસભ્ય છે અને હવે તેમણે ભાજપનું સભ્યપદ પણ લીધું છે. રીવાબાએ X (અગાઉના ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે માહિતી આપી છે કે રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બની ગયા છે. T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો: Wikipedia Ban : જો તમને ભારત પસંદ ન હોય તો અહીં કામ ન કરો! દિલ્હી HC વિકિપીડિયા પર પ્રતિબંધ મૂકવાની આપી ચેતવણી; જાણો શું છે મામલો..

Ravindra Jadeja BJP: પહેલા પોતાની પત્ની રીવાબા માટે ઘણા પ્રચાર કર્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલા તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાની પત્ની રીવાબા માટે ઘણા પ્રચાર કર્યા હતા. ચૂંટણી દરમિયાન તેઓ પત્ની રિવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. 

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
Exit mobile version