Site icon News Continuous Bureau | Mumbai

Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા હિટમેનને મળી ગુડ ન્યુઝ, રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો…

Rohit Sharma Ritika: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે રોહિતની પત્ની રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. જોકે, રોહિત શર્મા અને રિતિકા સચદેહ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

Rohit Sharma Ritika Rohit Sharma, Ritika Sajdeh Blessed With Baby Boy, Sources

Rohit Sharma Ritika Rohit Sharma, Ritika Sajdeh Blessed With Baby Boy, Sources

News Continuous Bureau | Mumbai

 Rohit Sharma Ritika: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે રોહિત બીજી વખત પિતા બન્યો છે. તેની પત્ની રિતિકા સજદેહે એક પુત્રને જન્મ આપ્યો છે. ચાહકોએ રોહિત અને રિતિકા વિશે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી છે. જો કે હજુ સુધી રોહિત કે રિતિકા તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Join Our WhatsApp Channel

 Rohit Sharma Ritika: રોહિત ઓસ્ટ્રેલિયા  હજી ગયો નથી

ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ માટે વિરાટ કોહલી સહિત ઘણા સિનિયર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. પણ રોહિત હજી ગયો નથી. એવા સમાચાર હતા કે રોહિતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસેથી રજા માંગી છે. રોહિતની પત્ની રિતિકા બાળકને જન્મ આપવાની હતી. હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રિતિકાએ એક પુત્રને જન્મ આપ્યો છે. પરંતુ રોહિતે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

 Rohit Sharma Ritika: રોહિત અને રિતિકાના લગ્ન 2015માં થયા 

રોહિત અને રિતિકાના લગ્ન 2015માં થયા હતા. રિતિકાએ ડિસેમ્બર 2018માં પુત્રીને જન્મ આપ્યો હતો. દીકરીનું નામ સમાયરા છે. રોહિત અને રિતિકાની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિકા પહેલા રોહિતની મેનેજર હતી. આ પછી બંનેની મિત્રતા થઈ અને તે પ્રેમમાં બદલાઈ ગઈ. રોહિત અને રિતિકાએ બાદમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

આ સમાચાર પણ વાંચો :  Ind vs SA 4th T20I : દેવ દિવાળી પર ભારતીય ટિમની આતશબાજી, ચોથી ટી-20માં ભારતનો દક્ષિણ આફ્રિકા સામે ભવ્ય વિજય, સિરીઝ પર જમાવ્યો કબ્જો..

જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. આ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. જો બધું બરાબર રહ્યું તો રોહિત આ મેચ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી શકે છે.

IND vs NZ 1st ODI અર્શદીપ સિંહની ઘાતક બોલિંગ સામે ન્યૂઝીલેન્ડ ધરાશાયી! પ્રથમ વનડેમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ૫ વિકેટે વિજય..
Ranji Trophy Meghalaya Cricket Team Sacked રણજી ટ્રોફીમાં મોટો હાઈવોલ્ટેજ ડ્રામા ચોથા રાઉન્ડની મેચ પહેલાં આખી ટીમ બરખાસ્ત, રાતોરાત નવા ખેલાડીઓ મેદાનમાં ઉતાર્યા
Virat Kohli 13000 ODI Runs Record વિરાટ કોહલીએ માત્ર ૨૬૭ ઇનિંગ્સમાં વનડે ક્રિકેટમાં ૧૩,૦૦૦ રન પૂરા કર્યા; સચિન તેંડુલકરનો આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો..
India vs Pakistan 10 ODI Clashes ભારતપાકિસ્તાન વચ્ચે રમાશે ૧૦ હાઇવોલ્ટેજ વનડે મુકાબલા ક્યારે અને ક્યાં ટકરાશે કટ્ટર હરીફો? જાણો
Exit mobile version