Sandeep Lamichhane: IPL રમી ચૂકેલ નેપાળનો આ ક્રિકેટર બળત્કારના કેસમાં દોષી.. આ તારીખે સજા થશે જાહેર.

Sandeep Lamichhane: નેપાળના ક્રિકેટ ટીમ પૂર્વ કેપ્ટન પર 18 વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ સાબિત થયો છે. શુક્રવારે કાઠમંડુ જિલ્લા અદાલતે સંદીપને બળાત્કારના કેસમાં દોષી જાહેર કર્યો હતો.

by Bipin Mewada
Sandeep Lamichhane This cricketer of Nepal who played IPL is guilty in rape case.. The punishment will be announced on this date..

 News Continuous Bureau | Mumbai  

Sandeep Lamichhane: આઈપીએલ ( IPL ) રમી ચૂકેલા નેપાળ ક્રિકેટ ટીમના ( Nepal cricket team) પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં ( rape case ) દોષી ઠેરવવામાં આવ્યો છે. સંદીપ પર 18 વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ ( Rape allegation ) સાબિત થયો છે. શુક્રવારે કાઠમંડુ ( Kathmandu ) જિલ્લા અદાલતે સંદીપને બળાત્કારના કેસમાં દોષી જાહેર કર્યો હતો. પૂર્વ નેપાળી કેપ્ટન પર ઓગસ્ટ 2022માં કાઠમંડુની એક હોટલમાં 18 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો, જે હવે સાબિત થઈ ગયો છે. એમ સત્તાવાર સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

જો કે હજુ સુધી એ નક્કી કરવામાં આવ્યું નથી કે સંદીપને કેટલા સમય સુધી જેલમાં રાખવામાં આવશે, તે આગામી સુનાવણીમાં નક્કી કરવામાં આવશે, જે 10 જાન્યુઆરી, 2024ના રોજ યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ન્યાયાધીશ શિશિર રાજ ધાકલની બેન્ચે શુક્રવારે એક અઠવાડિયા સુધી ચાલેલી સુનાવણી પૂરી કરી અને સ્પષ્ટ કર્યું હતું કે ઓગસ્ટ 2022માં બળાત્કાર વખતે બાળકી સગીર નહોતી. જો કે આરોપ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે બળાત્કાર સમયે બાળકી સગીર હતી.

તેણે 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે T20 દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો..

23 વર્ષીય સંદીપે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 51 ODI અને 52 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે T20 દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધી વનડેની 50 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે તેણે 18.07ની એવરેજથી 112 વિકેટ ઝડપી છે અને 35 ઇનિંગ્સમાં બેટિંગ કરતાં 376 રન બનાવ્યા છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલની 52 ઈનિંગ્સમાં તેણે 12.58ની શાનદાર એવરેજથી 98 વિકેટ લીધી હતી અને બેટિંગ કરતી વખતે 19 ઈનિંગમાં 64 રન બનાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Municipal Corporation : મુંબઈમાં વાયુ પ્રદુષણના નિમયોનું ઉલ્લંધન થતાં… બીએમસી આવી એકશનમાં.. આટલાથી વધુ બંધકામ સાઈટોને કામ બંધ કરવાની નોટીસ..

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત સંદીપ IPL પણ રમી ચૂક્યો છે. તે દિલ્હી કેપિટલ્સ તરફથી IPL રમી ચૂક્યો છે. સંદીપે કુલ 9 આઈપીએલ મેચ રમી છે. આ મેચોની 9 ઇનિંગ્સમાં બોલિંગ કરીને નેપાળના પૂર્વ કેપ્ટને 22.46ની એવરેજથી 13 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 8.34ની ઇકોનોમી પર રન ખર્ચ્યા.

Join Our WhatsApp Community

You may also like