News Continuous Bureau | Mumbai
Shaheen Afridi on Top : પાકિસ્તાનનો ( Pakistan ) સ્ટાર ફાસ્ટ બોલર ( Fast bowler ) શાહીન શાહ આફ્રિદી બુધવારે તાજેતરની ICC ODI રેન્કિંગમાં ( ODI rankings ) નંબર-1 બોલર બન્યો છે, જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. શાહીન શાહ આફ્રિદીએ ઓસ્ટ્રેલિયાના ( Australia ) ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને પાછળ છોડી દીધો છે.
પાકિસ્તાનની ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ખાસ કંઈ કરી શકી નથી. પાકિસ્તાનની ટીમ 7 મેચમાં માત્ર 3 જીત સાથે પાંચમા સ્થાને છે. પરંતુ, જો ટીમ આગળ વધવા માંગે છે, તો તેણે તેની મેચો જીતવાની સાથે અન્ય ટીમોના સાનુકૂળ પરિણામો પર આધાર રાખવો પડશે.
Joy for Pakistan as Shaheen Afridi is crowned No.1 ranked bowler on the latest @MRFWorldwide ICC Men’s ODI Player Rankings 👏
Details 👇https://t.co/jB7vDWimfq pic.twitter.com/RqAX91N5mj
— ICC (@ICC) November 1, 2023
પરંતુ, આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ માટે એક સાનુકૂળ બાબત બની છે, એટલે કે મુખ્ય બોલર શાહીન આફ્રિદી બોલરોની રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં તેણે 24 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી હતી અને આ પ્રદર્શન સાથે તેણે ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડને પાછળ છોડી દીધો છે.
શાહીન શાહ આફ્રિદીએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં 19 વિકેટ ઝડપી છે….
બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ ( World Cup 2023 ) મેચમાં પાકિસ્તાનની જીતમાં શાહીન શાહ આફ્રિદીએ 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ જ મેચમાં શાહીન શાહ આફ્રિદીએ તેની 100મી ODI વિકેટ પણ લીધી હતી. શાહીન શાહ આફ્રિદીએ 51 મેચમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો અને ODI વિકેટની સૌથી ઝડપી સદી પૂરી કરનાર ત્રીજો બોલર અને વર્લ્ડ કપ રેંકિંગમાં પ્રથમ ઝડપી બોલર બન્યો હતો.
આ સમાચાર પણ વાંચો : 2000 Rupee Note Exchange: હાશ! 2000ની નોટ માટે હવે લાઇનમાં નહીં ઊભા રહેવું પડે, આ રીતે મોકલો RBI ઓફિસ, તમારે પણ બદલાવવી હોય તો રીત જાણી લો.. વાંચો વિગતે અહીં..
આ વર્લ્ડ કપમાં તે ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાની સાથે સાત મેચમાં 16 વિકેટ લઈને સંયુક્ત રીતે ટોચ પર છે. તાજેતરની ICC ODI રેન્કિંગમાં ભારતના મોહમ્મદ સિરાજ ત્રીજા સ્થાને અને સ્પિનર કુલદીપ યાદવ સાતમા સ્થાને છે. બેટ્સમેનોમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે. ભારતનો શુભમન ગિલ બીજા સ્થાને, તેમ જ રોહિત શર્મા પાંચમા સ્થાને અને વિરાટ કોહલી સાતમા સ્થાને છે. ઓલરાઉન્ડરોની યાદીમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ટોપ પર છે. ભારતનો હાર્દિક પંડ્યા અહીં 11મા સ્થાને આવી ગયો છે, જ્યારે રવિન્દ્ર જાડેજા 13મા સ્થાને યથાવત છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ખતરનાક ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લીધી છે. પાકિસ્તાનના આ ઘાતક બોલરે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં 19 વિકેટ ઝડપી છે. શાહીન શાહ આફ્રિદીએ પણ આ સમયગાળા દરમિયાન એક વખત ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી છે.