Shreyas Iyer, Ishan Kishan BCCI contracts : ટીમ ઈન્ડિયા માટે શું નહીં મળે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન ફરી રમવાની તક.. જાણો કઈ રીતે કરી શકે છે વાપસી

Shreyas Iyer, Ishan Kishan BCCI contracts : ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે આગામી આઈપીએલ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેથી આ બંને માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ નથી થયા. આ બંનેની ટીમ ઈન્ડિયામાં વાપસીની હજી પણ તક છે.

by Bipin Mewada
Shreyas Iyer, Ishan Kishan BCCI contracts Shreyas Iyer and Ishan Kishan won't get a chance to play again for Team India.

News Continuous Bureau | Mumbai 

Shreyas Iyer, Ishan Kishan BCCI contracts : સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર અને વિકેટકીપર ઈશાન કિશનને 28 ફેબ્રુઆરીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( BCCI ) દ્વારા મોટો ફટકો પડ્યો હતો. આ બંનેને BCCI દ્વારા વાર્ષિક કરારમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તે પછી, અય્યર અને કિશન માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ થઈ ગયા છે, આવી ચર્ચાઓએ વેગ પડક્યો હતો. પરંતુ આ બંને માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ નથી થયા. આ બંનેની ટીમ ઈન્ડિયામાં વાપસીની હજી પણ તક છે. 

ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે ( Shreyas Iyer ) આગામી આઈપીએલ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ટી20 વર્લ્ડ કપ માટે તેમની વિચારણા કરવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ બીસીસીઆઈએ ઈશાન કિશન ( Ishan Kishan ) અને શ્રેયસ અય્યરને કોન્ટ્રાક્ટમાંથી હટાવ્યા હતા. આ બંને ખેલાડીઓ સામે ડોમેસ્ટિક ક્રિકેટ ( Domestic Cricket ) ન રમવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તેથી આ બંને યુવા ખેલાડીઓને ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં ( Team India ) વાપસી કરવાનો મોકો મળશે.

 ઘરેલુ ક્રિકેટ ન રમવાના કારણે BCCI એ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કાઢી મૂક્યા હતા…

શું હવે આ બંને ખેલાડીઓને આગામી ટી 20 માટે પણ પસંદગી યાદીમાંથી બહાર રાખવામાં આવશે? ના એવું નથી, કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ( Central Contract ) બહાર કરાયા બાદ પસંદગી સમિતિ તે ખેલાડીઓને ધ્યાનમાં લેતી જ નથી. જો તે ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરે છે. તો પસંદગી સમિતિ તે ખેલાડીને પણ ધ્યાનમાં લે છે. પરંતુ કોન્ટ્રાક્ટમાંથી હટાવ્યાની સ્થિતિમાં ખેલાડીઓને વાર્ષિક પગાર આપવામાં આવતો નથી. પરંતુ તે ખેલાડીઓને મેચ પ્રમાણે ફી આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Allahabad Museum: 1000 હજાર વર્ષ જુની હસ્તપ્રતો સડી અને નાશ પામી, દુર્લભ તાડપત્રો પણ થયા નષ્ટ.. જાણો શું છે કારણ..

ઉલ્લેખનીય છે કે, ઘરેલુ ક્રિકેટ ન રમવાના કારણે BCCI એ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કાઢી મૂક્યા હતા. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને BCCI સેક્રેટરી જય શાહે ખેલાડીઓને સલાહ આપી હતી કે, જો તેઓ ઈન્ટરનેશનલ મેચ ન રમી રહ્યા હોય. તો તેમને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને ઈશાન કિશને જય શાહ અને રાહુલ દ્રવિડની સલાહને અવગણી હતી. આથી બીસીસીઆઈએ તેમને મોટો ઝટકો આપ્યો હતો.

ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ભારતીય ટીમમાં ફરી ગોઠવાઈ શકે છે. જો તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશે. આ વર્ષે ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યા પછી, અય્યર અને કિશન વાર્ષિક કરારમાં પાછા આવી શકે છે. જો તેઓ ત્રણ ટેસ્ટ, 8 ONJI અથવા 10 T20I રમશે તો. પરંતુ આવી સ્થિતિમાં બંનેને સી ગ્રેડમાં મૂકવામાં આવશે

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More