News Continuous Bureau | Mumbai
David Miller T20I Retirement: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની જીત વચ્ચે, વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ, સૂર્યકુમાર યાદવના ઐતિહાસિક કેચની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. સુર્યકુમારે આ કેચ મેચની છેલ્લી ઓવરના પહેલા બોલ પર પક્ડયો હતો. આ કેચના કારણે ડેવિડ મિલર પેવેલિયન પરત ફર્યો હતો અને સાઉથ આફ્રિકા ( South Africa ) પાસેથી ટાઈટલ જીતવાની તક સરકી ગઈ હતી.
આ બધા પછી એક બીજા સમાચાર આવ્યા કે હવે કિલર મિલર નામના આ આફ્રિકન સ્ટારે હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી ( T20I Cricket ) સંન્યાસ લઈ લીધો છે. આવી સ્થિતિમાં ફાઈનલની ( Ind Vs Sa Final ) હારથી નિરાશ થયેલા આફ્રિકન ચાહકોને વધુ આઘાત લાગ્યો હતો. પરંતુ હવે મિલરે પોતે આવીને આ મામલે સ્પષ્ટતા કરી છે.
David Miller T20I Retirement: T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી તેની નિવૃત્તિ અંગેના સમાચારો પાયાવિહોણા છે….
વાસ્તવમાં, ડેવિડ મિલરે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી, જેના દ્વારા તેણે કહ્યું હતું કે, T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ( T20 World Cup ) તેની નિવૃત્તિ અંગેના સમાચારો પાયાવિહોણા છે. આ બધી અફવાઓ છે. એક ટૂંકી પોસ્ટમાં, મિલરે કહ્યું હતું કે, તે મેદાન પર તેની પ્રતિભા બતાવવાનું હજુ પણ ચાલુ રાખશે અને તેનું શ્રેષ્ઠ દેખાવ હજુ બાકી છે.
આ સમાચાર પણ વાંચો: Family & Work Maintaining: પરિવાર અથવા ઓફિસ વચ્ચે સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે, બધું વિખેરાય જાય તે પહેલાં આ વસ્તુઓ શીખો લો.
મિલરે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં લધુમાં લખ્યું હતું કે, આ અહેવાલોની વિરુદ્ધ, મેં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી ( ICC T20 World Cup ) નિવૃત્તિ લીધી નથી. હું ભવિષ્યમાં દક્ષિણ આફ્રિકન ટીમ માટે પણ ઉપલબ્ધ રહીશ. સાઉથ આફ્રિકન ટીમના સ્ટાર ખેલાડીએ આ ઈન્સ્ટા સ્ટોરીની છેલ્લી લાઈનમાં લખ્યું, શ્રેષ્ઠતન પ્રદર્શન હજુ આવવાનું બાકી છે.
નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 29 જૂને બાર્બાડોસમાં રમાઈ હતી. આ રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં ભારતીય ટીમે 7 રનથી જીત મેળવી હતી. આ જીત બાદ પહેલા કોહલી અને પછી રોહિતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.