Site icon

Sri Lanka Cricket: શ્રીલંકન ક્રિકેટરને મોટી રાહત, બળાત્કારના આરોપમાં મળી ક્લીનચીટ. જાણો શું છે આ સમગ્ર મામલો

Sri Lanka Cricket: દાનુષ્કા ગુણાથિલાકા પર લગભગ 5 મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રેપનો આરોપ લાગ્યો હતો, પરંતુ હવે આ ક્રિકેટરને ક્લીનચીટ મળી ગઈ છે.

Sri Lanka Cricket: Sri Lankan cricketer Danushka Gunathilaka cleared of rape

Sri Lanka Cricket: Sri Lankan cricketer Danushka Gunathilaka cleared of rape

News Continuous Bureau | Mumbai 

Sri Lanka Cricket: તાજેતરમાં જ શ્રીલંકા (Sri Lanka) ના ક્રિકેટર દાનુષ્કા ગુણાથિલાકા (Danushka Gunathilaka) પર બળાત્કારના ગંભીર આરોપો લાગ્યા હતા. પરંતુ હવે આ મામલે દાનુષ્કા ગુણાથિલકાને મોટી રાહત મળી છે. ખરેખર તો, દાનુષ્કા ગુણાથિલાકાને ક્લીન ચીટ મળી છે. આ ખેલાડી પર બળાત્કારના આરોપો ખોટા નીકળ્યા છે. ઓસ્ટ્રેલિયાની ન્યુ સાઉથ વેલ્સ કોર્ટે શ્રીલંકાના ક્રિકેટરને નિર્દોષ જાહેર કર્યો છે.

Join Our WhatsApp Community


દરમિયાન, દાનુષ્કા ગુણાથિલકાએ રાહત મળતાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે મારું જીવન ફરી સામાન્ય થઈ ગયું છે, હું ખૂબ જ ખુશ છું… તેણે કહ્યું કે હું શક્ય તેટલી વહેલી તકે ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માંગુ છું. હું ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

દાનુષ્કા ગુણાથિલાકા 5 મહિના પછી મળી ક્લીન ચીટ…

વાસ્તવમાં, દાનુષ્કા ગુણાથિલાકા પર લગભગ 5 મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રેપનો આરોપ લાગ્યો હતો, પરંતુ હવે આ ક્રિકેટરને ક્લીનચીટ મળી ગઈ છે.

અત્યાર સુધીમાં દાનુષ્કા ગુનાથિલાકા શ્રીલંકા માટે 8 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ સિવાય દાનુષ્કા ગુણાથિલકાએ 47 ODI અને 46 T20 મેચોમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. દાનુષ્કા ગુણાથિલકાએ 8 ટેસ્ટ મેચમાં 299 રન બનાવ્યા છે. ટેસ્ટ ફોર્મેટમાં, દાનુષ્કા ગુણાથિલાકાની એવરેજ 18.69 છે જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 50.08 છે. દાનુષ્કા ગુણાથિલાકાના નામે ટેસ્ટ ફોર્મેટમાં 2 અડધી સદી છે. દાનુષ્કા ગુણાથિલકાએ 47 ODI મેચોમાં 35.58ની એવરેજ અને 86.82ની સ્ટ્રાઈક રેટથી 1601 રન બનાવ્યા છે. દાનુષ્કા ગુણાથિલકાએ ODI ફોર્મેટમાં બે વખત સદીનો આંકડો પાર કર્યો છે. દાનુષ્કા ગુણાથિલકાએ T20 ફોર્મેટમાં 120.49ના સ્ટ્રાઈક રેટ અને 35.58ની એવરેજથી 741 રન બનાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપ 2023ની ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ, ઈનામ તરીકે આપવામાં આવશે આટલા કરોડની રકમ.. જાણો કોને કેટલું મળશે ઈનામ.. વાંચો વિગતે અહીં..

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
ICC vs BCB: બાંગ્લાદેશને ICCનો જોરદાર ફટકો, T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ ફગાવી.
Exit mobile version