News Continuous Bureau | Mumbai
T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ( Sunil Gavaskar ) T-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા હવે એક મોટી ભવિષ્યવાણી કરી છે. સુનીલ ગાવસ્કરે વર્લ્ડકપની સેમીફાઈનલમાં કઈ ટીમો પહોંચશે તે અંગે હવે મોટો દાવો કર્યો છે. જેમાં ભારતીય ટીમને આ T20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
મિડીયા પર ઈન્ટરવ્યું આપતા સુનીલ ગાવસ્કરે આગાહી કરતા કહ્યું હતું કે, આ વર્લ્ડ કપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ આ ચાર ટીમો સેમીફાઈનલમાં ( T20 World Cup Semi Final ) પહોંચશે. ગાવસ્કરે પાકિસ્તાનને સેમીફાઈનલમાં જગ્યા આપી ન હતી. T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયા ( Team India ) પોતાની પ્રથમ મેચ 5 જૂને રમશે. આ વર્ષે વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.
T20 World Cup: ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ બે વખત વર્લ્ડ કપ જીતી ચૂકી હતી..
ભારતે 2007માં T20 વર્લ્ડ કપ પર પોતાના નામે કર્યો હતો. આ સિવાય 2010માં ઈંગ્લેન્ડે અને 2012માં વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ કપ જીત્યો હતો. 2014માં શ્રીલંકા, 2016માં વેસ્ટ ઈન્ડિઝ, 2021માં ઓસ્ટ્રેલિયા અને 2022માં ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ જીત્યો હતો. આમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ બે વખત વર્લ્ડ કપ જીતી ચૂકી હતી…
આ સમાચાર પણ વાંચો: CAA: નાગરિકતા (સુધારા) નિયમો, 2024 હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા પશ્ચિમ બંગાળમાં શરૂ
ટીમ ઈન્ડિયા મેચ ( Cricket Match )
5 જૂન – ભારત વિ આયર્લેન્ડ, ન્યૂ યોર્ક (pm 8)
9 જૂન- ભારત વિ પાકિસ્તાન, ન્યૂયોર્ક, (સાંજે 8)
જૂન 12- ભારત વિ યુએસએ, ન્યુયોર્ક (સાંજે 8)
જૂન 15- ભારત વિ કેનેડા, ફ્લોરિડા (સાંજે 8)