News Continuous Bureau | Mumbai
India vs Australia 2nd ODI Records: ભારતીય ટીમે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને(Australia) 99 રનથી હરાવ્યું હતું. આ મેચ ઈન્દોરમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે માત્ર જીત જ નહીં પરંતુ 2-0થી શ્રેણી પર કબજો પણ કર્યો હતો. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઘણા ઐતિહાસિક રેકોર્ડ(records) બનાવ્યા છે.
આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. પરંતુ વરસાદે મેચમાં હસ્તક્ષેપ કર્યો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં કાંગારૂની આખી ટીમ 217 રનમાં સમેટાઈ ગઈ અને મેચની સાથે જ શ્રેણી પણ ગુમાવી દીધી હતી. ચાલો જાણીએ આ મેચમાં બનેલા 10 ઐતિહાસિક અને આશ્ચર્યજનક રેકોર્ડ વિશે…
પહેલો રેકોર્ડ એ છે કે ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ટીમે 5 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. પહેલી વખત ભારતીય ટીમે નવેમ્બર 2013માં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે 383 રન બનાવ્યા હતા. ત્યારબાદ તે મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ ઉપરાંત ભારતીય ટીમ વન-ડે ઈન્ટરનેશનલમાં 3 હજાર સિક્સર મારનારી પણ પ્રથમ ટીમ બની ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : India-Canada Row: ભારત સાથે સંબંધ મહત્વપૂર્ણ’, કેનેડાના સંરક્ષણ પ્રધાને બદલ્યો સૂર, ઈન્ડો-પેસિફિક નીતિ પર આપ્યું આ મોટું નિવેદન…
સૂર્યકુમાર યાદવે એક જ ઓવરમાં 4 સિક્સર ફટકારી હતી..
ટીમ ઈન્ડિયાના સૂર્યકુમાર યાદવે(Suryakumar Yadav) ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં 50 રનની અડધી સદી ફટકારી હતી. સૂર્યાની આ અડધી સદી તે લોકોને થપ્પડ હતી જેણે કહ્યું હતું કે તેને વનડે ક્રિકેટ જામતું નથી. સૂર્યાએ ઓસ્ટ્રેલિયા સામે પણ આ જ ફોર્મ જાળવી રાખ્યું હતું. મધ્યપ્રદેશના ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં સૂર્યાએ બ્લાસ્ટ કર્યો હતો. સૂર્યકુમાર યાદવે એક જ ઓવરમાં 4 સિક્સર ફટકારી હતી. સૂર્યાએ કેમેરોન ગ્રીનની બોલિંગ પર આ કારનામું કર્યું હતું. સૂર્યાના 4 સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સાથે જ BCCIએ સૂર્યાના 4 સિક્સરનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે.
6⃣6⃣6⃣6⃣
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! 💥💥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN
— BCCI (@BCCI) September 24, 2023
સૂર્યાએ ટીમ ઈન્ડિયાની ઈનિંગની 44મી ઓવરમાં કેમેરોન ગ્રીનની બોલિંગ પર સતત 4 સિક્સર ફટકારી હતી. સૂર્યાએ સળંગ 4 સિક્સર ફટકારી હોવાથી હવે એવું લાગી રહ્યું છે કે તેણે 6 બોલમાં 6 સિક્સર ફટકારી છે. પરંતુ સૂર્યાએ પાંચમા બોલ પર સિંગલ રન લીધો હતો. તો સૂર્યાએ 6 બોલમાં 6 સિક્સર ફટકારવાની તક ગુમાવી દીધી હતી. આ પછી પણ સૂર્યાએ રન બનાવાનું ચાલુ રાખ્યું હતું.
A thorough all-round performance 👊
India take an unassailable 2-0 series lead against Australia with a big win in Indore 👏
📝 #INDvAUS: https://t.co/pO3kSaXW6C pic.twitter.com/MlSxsRVvxN
— ICC (@ICC) September 24, 2023
સૂર્યાએ 24 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી ફટકારી હતી. અડધી સદી બાદ સૂર્યા વધુ આક્રમક બન્યો હતો. સૂર્ય ટોપ ગિયરમાંથી આગળ નીકળી ગયો હતો. સૂર્યાએ છેલ્લી ક્ષણે ઓસ્ટ્રેલિયાના બોલરોને થકાવ્યા હતા. સૂર્યાએ માત્ર 37 બોલમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી અણનમ 72 રન બનાવ્યા હતા. સૂર્યાની છેલ્લી ઘડીની સ્ટ્રાઇકથી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 400 રનનો પડકાર આપી શકી હતી.